અમદાવાદ: ગુજરાતના માથે ત્રિપલ વાવાઝોડાનું સંકટ મંડરાઇ રહ્યું છે. અંબાલાલ પટેલની આ આગાહી સાચી પડશે તો રાજ્યમાં ચક્રવાતની આફત પણ આવશે. આ આફત બંગાળની ખાડીમાંથી આવશે. હવામાન નિષ્ણાંત અંબાલાલની આગાહી અનુસાર, 6થી 8માં બંગાળની ખાડીમાં વાવાઝોડું બનશે. 12થી 17 સપ્ટેમ્બરમાં બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે. 27થી 5 ઓક્ટોબર દરમિયાન નાના-નાના ચક્રવાતો બનશે. અંબાલાલાની આગાહી સાથે ફરી એક વખત ચક્રવાત અને વાવાઝોડું ચર્ચામાં આવ્યું છે, ક્યારે પ્રશ્નએ થાય છે કે, દર વખતે એક નવું વાવાઝોડું, દરેક વાવાઝોડાનું અલગ નામ? જે વાવાઝોડા દેશ દુનિયાને તહસ નહસ કરી ચૂક્યા છે, તેનું નામ કોણ અને કેવી રીતે પાડે છે? આ સવાલ દરેકના મનમાં ઉદભવતો હશે, તો આજે અમે ખોલીશું વાવાઝોડાની કુંડળી.
દર વર્ષે સમગ્ર વિશ્વમાં 100 જેટલા વાવાઝોડા કે ચક્રવાત સર્જાતા હોય છે. જેમાંથી કેટલાકની તીવ્રતા વિનાશક હોય છે, જ્યારે કેટલાક હળવા હોય છે. દરિયામાં તોફાનના અલગ-અલગ નામ રાખવામાં આવે છે. ઘણી વખતે લોકોના મનમાં સવાલ થાય છે કે, આ વાવાઝોડાનું નામ કેવી રીતે નક્કી કરવામાં આવે છે. જોકે, લોકોના મનમાં તે પ્રશ્ન ઉઠતો જ હશે કે આ નામો રાખે છે કોણ? તો આવો જાણીએ તે વિશે વધુ માહિતી.
વિશ્વના 8 દેશ વાવાઝોડાના નામની યાદી તૈયાર કરે છે. ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, માલદીવ્સ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન અને થાઈલેન્ડ દ્વારા વાવાઝોડાના નામની યાદી તૈયાર કરવામાં આવે છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાતા વાવાઝોડાના નામની યાદી આ 8 દેશ તૈયાર કરે છે. ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, માલદીવ્સ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન અને થાઈલેન્ડ ચક્રવાતના નામની યાદી તૈયાર કરીને નવી દિલ્હીમાં આવેલા રિજિયોનલ સ્પેશિયલાઈઝ્ડ મેટ્રોલોજિકલ સેન્ટરને મોકલી આપે છે. આ કેન્દ્ર વારાફરતી નામ આપતું હોય છે. અત્યારે આ કેન્દ્ર પાસે 8 દેશના કુલ 64 નામની યાદી છે.
2004થી ચક્રવાત વાવાઝોડાના નામ આપવાની શરુઆત થઇ હતી. ઉત્તર હિંદ મહાસાગરમાં આવતા વાવાઝોડાઓનું નામકરણ ભારત મોસમ વિભાગ કરે છે. હિંદ મહાસાગર ક્ષેત્રના આઠ દેશો ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, માલદીવ, મ્યાનમાર, ઓમાન અને થાઇલેન્ડે ભારતની પહેલ પર 2004થી ચક્રવાત વાવાઝોડાના નામ આપવાની સિસ્ટમ શરૂ કરી હતી. વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઈઝેશન અને એશિયા અને પેસિફિક માટે યુનાઈટેડ નેશન્સ ઇકોનોમિક અને સોશિયલ કમિશન દ્વારા વર્ષ 2000માં ચક્રવાતી તોફાનોને નામ આપવાનું શરૂ કરાયું હતું. ઉત્તર હિંદ મહાસાગરમાં આવતા વાવાઝોડાઓનું નામકરણ ભારત મોસમ વિભાગ કરે છે. ભારતે અગ્નિ, વીજળી, મેઘ, સાગર, આકાશ જેવા નામ આપ્યા છે, પાકિસ્તાને નિલોફર, બુલબુલ અને તિતલી જેવા નામ આપ્યા છે. આ નામોમાંથી વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઈઝેશન તોફાનનું નામ રાખે છે.
2004માં ચાર ચક્રવાત આવ્યા હતા. અગ્નિ, હિબારુ, પ્યાર ઔર બાઝ, 2005માં પણ આ જ રીતે 3 ચક્રવાત આવ્યા હતા. પારણું, માલા અને મુકડા. આ જ રીતે 2015માં 4 ચક્રવાત આવ્યા, 2016માં 3 અને 2017માં ફક્ત એક "ઓખી" નામ બાંગ્લાદેશ તરફથી રખાયું હતું. જો હવે પછીનું ચક્રવાત હિંદ મહાસાગર ક્ષેત્રમાં પડે છે, તો ભારત દ્વારા તેનું નામ "સાગર" રાખવામાં આવશે, જે આ 8 દેશો દ્વારા પહેલાથી જ નક્કી કરવામાં આવ્યું છે. વાવાઝોડા બે પ્રકારના છે એક સમુદ્રના અને બીજા જમીન પરના જેમાં સમુદ્રના વાવાઝોડાને જ નામ આપવામાં આવ્યા છે. દુનિયામાં વાવાઝોડું, હરિકેન કે ટાઈફૂન ક્યાં વિસ્તારમાંથી ઉદ્ભવે છે તે પ્રમાણે તેને ઓળખવામાં આવે છે. ભારત મહાસાગરમાં વાવાઝોડા તરીકે એટલાન્ટીક મહાસાગરમાં હરિકેન અને પેસિફિક મહાસાગરમાં ટાઈફૂન તરીકે ઓળખાઈ છે.
બીજી બાજુ, અમેરિકામાં ઓડ-ઈવન પ્રથા છે. અમેરિકામાં સ્ત્રીઓના નામ પરથી જેમ કે કેટરિના, ઇરમા નામ પર વાવાઝોડાના નામ રખાય છે. પરંતુ 1979 બાદ એક પુરુષ અને પછી એક સ્ત્રીનું નામ રાખવામાં આવે છે. અમેરિકા દર વર્ષે તોફાનના 21 નામની યાદી તૈયાર કરે છે. જેમાં Q, U, X, Y, Z અક્ષરો પર તોફાનનું નામ રાખવાની પરંપરા નથી. વર્ષમાં 21થી વધુ તોફાન આવે તો અલ્ફા, બીટા, ગામા આધારિત રાખે છે. જે નામોમાં ઓડ-ઈવન પ્રથા અપનાવે છે. ઓડ વર્ષોમાં તોફાનના નામ સ્ત્રીના નામ પર રાખવામાં આવે છે, જ્યારે ઈવન વર્ષોમાં તોફાનના નામ પુરુષો પર આધારિત હોય છે. ઉત્તર પશ્ચિમ પ્રશાંત ક્ષેત્રમાં આપેલા મોટાભાગના નામ વ્યક્તિગત નામો નથી. જોકે કેટલાક નામો ચોક્કસપણે પુરુષો અને સ્ત્રીઓના નામ પર રાખવામાં આવ્યા છે, પરંતુ મોટાભાગના નામ ફૂલો, પ્રાણીઓ, પક્ષીઓ, ઝાડ, ખાદ્ય ચીજોના નામ પર છે. વાવાઝોડાની ગતિ વધુ હોય તો વિશેષ નામ અપાય છે ભારતીય સમુદ્રમાં ચક્રવાતનાં નામ મૂળાક્ષર ક્રમમાં ફાળવાતાં નથી, પરંતુ તે દેશના નામ પરથી રાખવામાં આવે છે, જેણે તેને નામ આપ્યું. જો ચક્રવાતની ગતિ પ્રતિ કલાક 34 નોટિકલ માઇલ કરતાં વધી જાય તો પછી તેને વિશેષ નામ આપવું જરૂરી છે. ઓસ્ટ્રેલિયામાં ભ્રષ્ટ નેતાઓ પર વાવાઝોડાના નામ પાડવામાં આવતા.