પ્રણવ પટેલ, અમદાવાદ: મહાનગર પાલિકા (AMC) દ્વારા નિર્ણય લેવાયો છે કે, જે પણ વ્યક્તિ રાષ્ટ્ર ધ્વજની (Tricolor) જાળવણી ન કરી શકતા હોય તેવા વ્યક્તિઓએ રાષ્ટ્ર ધ્વજના માન સન્માન સાથે મહાનગર પાલિકામાં જમા કરાવી શકશે . તે જ રીતે દેશ પ્રેમ ઉજાગર કરવા માટે પાલડીના કલ્પવૃક્ષ સંસ્થાએ પણ આગળ આવી એક અનોખી પહેલા શરૂ કરી છે . રાષ્ટ્ર ધ્વજ સન્માન સાથે જમા કરો અને ચાંદીનો સિક્કો આપવાની મુહિમ શરૂ કરી છે.
કલ્પવૃક્ષ સંસ્થાના ફાઉન્ડર મહર્ષિભાઇ શાહે જણાવ્યુ હતું કે, ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સૌ કોઇ દેશવાસીઓ હર્ષ ઉલ્લાસ સાથે કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલા આહ્વાન હર ઘર તિરંગા અભિયાનનાં કરોડો દેશવાસીઓ જોડાયા હતા. પરંતુ ૧૫ ઓગષ્ટ પછી રાષ્ટ્રધ્વજનું અપમાન થતું હોવાના દ્રશ્ય જોવા મળતા હોય છે. પણ અમદાવાદના પાલડીમાં ઓર્ગેનિક ખાદ્ય વસ્તુ વેચાણ કરતા કલ્પવૃક્ષ સંસ્થા દ્વારા તિંરગાનું અપમાન થતા રોકવા માટે એક અનોખું મુહીમ શરૂ કર્યું છે . જે પણ વ્યક્તિ તિરંગો જમા કરાવશે તેઓ ૯૦ રૂપિયાનો ગોળ માત્ર ૫૦ રૂપિયામાં અને ચાંદીનો સિક્કો ભેટમાં આપવામાં આવશે. લોકો પણ આ મુહિમમાં જોડાવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
વધુમાં મહર્ષિભાઇ શાહે જણાવ્યુ હતું કે, આ વિચાર બે દિવસ પહેલા આવ્યો અને એક પોસ્ટ શેર કરવામાં આવી ત્યાર બાદથી જ ૧૦ હજારથી વધુ કોલ અને SMS આવ્યા છે . આમારો પ્રયાસ તિરંગાનું સન્માન જાળવાનો છે. ફ્લેગ ઓફ કોડ જે નિયમ છે તે અતંર્ગત ભવિષ્યમાં આ તમામ એકત્ર થયેલા તિરંગાનું શું કરવું તે નક્કી કરીશું. પરંતુ આ અભિયાન અમે ત્રણ દિવસ ચોક્કસ ચાલશે
ભારતની આઝાદીના 75 વર્ષ નિમિત્તે કેન્દ્ર સરકાર દ્વારા ૧૩ ઓગસ્ટથી ૧૫ ઓગસ્ટ સુધી "હર ઘર તિરંગા"અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અમદાવાદ શહેરનાં શહેરીજનોએ પોતાના ઘર અથવા ધંધાના સ્થળે લગાવવામાં આવેલ રાષ્ટ્ર ધ્વજનો "code of flag" મુજબ તેનું માન સન્માન જળવાય તે રીતે રાખવાનો રહે છે. જો કોઈ શહેરીજનને આવા રાષ્ટ્ર ધ્વજની જાળવણી કરવામાં મુશ્કેલી જણાતી હોય તો જરૂર જણાયે અમદાવાદ મ્યુ.કોર્પોરેશનના નજીકના સિટી સિવિક સેન્ટર,વોર્ડ ઓફીસ, ઝોનલ ઓફીસ, નો સંપર્ક કરીને તે રાષ્ટ્ર ધ્વજને જમા કરાવી શકશે.. ન્યુ્ઝ૧૮ ગુજરાતી ટીમ તરીકે અમે પણ અપીલ કરી છીએ કે, રાષ્ટ્ર ધ્વજનું સન્માન સૌ કોઇ નાગરીક જાળવું જોઇએ.