Home » photogallery » ahmedabad » Raksha Bandhan: ટ્રાફિક મહિલા પોલીસે રાખડી બાંધતા વાહન ચાલકોએ પણ આપી 'ભેટ', કોઈ પગે લાગ્યું તો કોઈએ સ્થળ પર જ હેલ્મેટ મંગાવ્યું

Raksha Bandhan: ટ્રાફિક મહિલા પોલીસે રાખડી બાંધતા વાહન ચાલકોએ પણ આપી 'ભેટ', કોઈ પગે લાગ્યું તો કોઈએ સ્થળ પર જ હેલ્મેટ મંગાવ્યું

  • 19

    Raksha Bandhan: ટ્રાફિક મહિલા પોલીસે રાખડી બાંધતા વાહન ચાલકોએ પણ આપી 'ભેટ', કોઈ પગે લાગ્યું તો કોઈએ સ્થળ પર જ હેલ્મેટ મંગાવ્યું

    દીપિકા ખુમાણ, ઋત્વીજ સોની, અમદાવાદ: અમદાવાદમાં આજે ટ્રાફિક પોલીસ (Ahmedabad traffic police) મહિલાઓએ રક્ષાબંધનની અનોખી રીતે ઉજવણી કરી છે. આજે રક્ષાબંધન (Raksha Bandhan)ના અવસરે સવારથી જ ટ્રાફિક મહિલા પોલીસે હાથમાં મેમોની બુક નહીં પરંતુ કંકુ, ચોખા, રાખડી અને મીઠાઈ સજાવેલી થાળી રાખી હતી. જેની પાછળનું કારણ હતું કે લોકો તહેવારના દિવસે પોતાના જીવનનું મૂલ્ય સમજે અને પોતાની સુરક્ષાનું ધ્યાન રાખે. બીજી તરફ અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ (Sabarmati central jail) ખાતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. આ સમયે ખૂબ જ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.

    MORE
    GALLERIES

  • 29

    Raksha Bandhan: ટ્રાફિક મહિલા પોલીસે રાખડી બાંધતા વાહન ચાલકોએ પણ આપી 'ભેટ', કોઈ પગે લાગ્યું તો કોઈએ સ્થળ પર જ હેલ્મેટ મંગાવ્યું

    આજે ટ્રાફિક મહિલા પોલીસે ટ્રાફિકનાં નિયમનો ભંગ કરનારા 100 લોકોને રાખડી બાંધી હતી. આ દરમિયાન નિયમ ભંગ કરનારા લોકોએ પણ ટ્રાફિક પોલીસને 'ભેટ' આપી હતી. નવા વાડજના શ્રીનાથ એપાર્ટમેન્ટમાં રહેતા સજ્જન રાજુભાઈએ ઘરેથી પોતાના બાળકો પાસે હેલ્મેટ મંગાવીને સ્થળ પર જ પહેર્યું હતું.

    MORE
    GALLERIES

  • 39

    Raksha Bandhan: ટ્રાફિક મહિલા પોલીસે રાખડી બાંધતા વાહન ચાલકોએ પણ આપી 'ભેટ', કોઈ પગે લાગ્યું તો કોઈએ સ્થળ પર જ હેલ્મેટ મંગાવ્યું

    આ સિવાય ઘણા લોકો રાખડી બંધાવ્યા બાદ ટ્રાફિક મહિલા પોલીસને પગે પણ લાગ્યા હતા. ન્યૂઝ 18નાં કેમેરામાં એવા લોકો પણ કેદ થયા જેઓએ ટ્રાફિક મહિલા પોલીસને માથે હાથ મૂકીને શુકનના પૈસા આપ્યા હોય. મહત્ત્વનું છે કે આજે લગભગ 100માંથી માત્ર એક વ્યક્તિએ સ્થળ પર હેલ્મેટ મંગાવીને ટ્રાફિક પોલીસના અભિયાનને વેગ આપ્યો હતો.

    MORE
    GALLERIES

  • 49

    Raksha Bandhan: ટ્રાફિક મહિલા પોલીસે રાખડી બાંધતા વાહન ચાલકોએ પણ આપી 'ભેટ', કોઈ પગે લાગ્યું તો કોઈએ સ્થળ પર જ હેલ્મેટ મંગાવ્યું

    મેમોની માથાકૂટ: અમદાવાદ શહેરમાં આડેધડ પાર્કિંગ, બેફામ રીતે વાહન હંકારવું, સિગ્નલ તોડીને ઉતાવળ કરવી, શોર્ટ કટ માટે રોંગ સાઈડ પર વાહન ચલાવવું, સીટ બેલ્ટ ન પહેરવો, હેલ્મેટ ન પેહેરવું, એક વાહન પર ત્રણથી વધારે સવારી કરવી જેવા અનેક ગુનામાં રોજે રોજ અંદાજિત 500 વ્યક્તિનો મેમો બને છે.

    MORE
    GALLERIES

  • 59

    Raksha Bandhan: ટ્રાફિક મહિલા પોલીસે રાખડી બાંધતા વાહન ચાલકોએ પણ આપી 'ભેટ', કોઈ પગે લાગ્યું તો કોઈએ સ્થળ પર જ હેલ્મેટ મંગાવ્યું

    ટ્રાફિક પોલીસ ચોપડે તો અનેક લોકોનાં ટ્રાફિક નિયમના ભંગ બદલ અકસ્માતે મોત થયાના બનાવ વધ્યા છે. જેમાં સૌથી વધુ ટુ વ્હીલરનાં કેસ જોવા મળે છે. આવામાં ટ્રાફિક પોલીસ રાખી અભિયાન દરમિયાન લોકોને નિયમ અંગે સમજાવીને જાગૃત થવા માટે સમજાવી રહી છે.

    MORE
    GALLERIES

  • 69

    Raksha Bandhan: ટ્રાફિક મહિલા પોલીસે રાખડી બાંધતા વાહન ચાલકોએ પણ આપી 'ભેટ', કોઈ પગે લાગ્યું તો કોઈએ સ્થળ પર જ હેલ્મેટ મંગાવ્યું

    જેલમાં રક્ષા બંધનની ઉજવણી: અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લા બે વર્ષથી જે રીતે કોરોનાને કારણે કેટલાક નીતિ નિયમો વચ્ચે જેલમાં રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવ્યો હતો. પરંતુ આ વર્ષે ફરી એક વખત રાબેતા મુજબ જેલમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે. ઉજવણી દરમિયાન કેદીઓ અને બહેનો પણ ભાવુક થયા હતા.

    MORE
    GALLERIES

  • 79

    Raksha Bandhan: ટ્રાફિક મહિલા પોલીસે રાખડી બાંધતા વાહન ચાલકોએ પણ આપી 'ભેટ', કોઈ પગે લાગ્યું તો કોઈએ સ્થળ પર જ હેલ્મેટ મંગાવ્યું

    ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર એટલે રક્ષાબંધન. સમગ્ર દેશમાં ધામધૂમથી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી રહી છે. સાબરમતી સેન્ટ્રલ જેલમાં રહેલા કેદીઓ માટે પણ રક્ષાબંધનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેલ વિભાગ દ્વારા સેન્ટ્રલ જેલમાં રહેલા કેદીઓની બહેનો જેલમાં આવી રક્ષાબંધન ઊજવી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 89

    Raksha Bandhan: ટ્રાફિક મહિલા પોલીસે રાખડી બાંધતા વાહન ચાલકોએ પણ આપી 'ભેટ', કોઈ પગે લાગ્યું તો કોઈએ સ્થળ પર જ હેલ્મેટ મંગાવ્યું

    કેદી ભાઈઓને રાખડી બાંધવા આવેલી બહેનોએ વહેલી સવારથી જ સેન્ટ્રલ જેલની બહાર લાઈનો લગાવી હતી. જે બાદ 10-10 બહેનોને રાખડી બાંધવાની મંજૂરી આપવામાં આવતી હતી.

    MORE
    GALLERIES

  • 99

    Raksha Bandhan: ટ્રાફિક મહિલા પોલીસે રાખડી બાંધતા વાહન ચાલકોએ પણ આપી 'ભેટ', કોઈ પગે લાગ્યું તો કોઈએ સ્થળ પર જ હેલ્મેટ મંગાવ્યું

    કેદી ભાઈની સગી બહેન હોય તેમને ઓળખપત્ર અને કોરોનાની વેક્સિનનું સર્ટિ તપસ્યા બાદ તેઓને રાખડી બાંધવા માટેની મંજૂરી આપવામાં આવી છે. જેલમાં રક્ષાબંધનની શાંતિપૂર્ણ ઉજવણી થાય તે માટે જેલ સ્ટાફને પણ તૈનાત કરવામાં આવ્યો હતો. આ વર્ષે પ્રથમ વખત સુરક્ષાના ભાગરૂપે બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

    MORE
    GALLERIES