અમદાવાદ : રાજ્યમાં (Gujarat weather update) ઉત્તર પશ્ચિમના પવન બાદ પવનની દિશા બદલાઇ છે. દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાયા છે એટલે કે, અરબી સમુદ્ર તરફથી પવન આવી રહ્યા છે. જેના કારણે હવામાં ભેજનું પ્રમાણ વધશે અને તાપમાન નીચું જશે. હવામાન વિભાગની (Gujarat weather forecast) આગાહી પ્રમાણે, અમદાવાદ (Ahmedabad) સહિત મોટાભાગના શહેરોના મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. અમદાવાદમાં દિવસ દરમિયાન 27 કિમીની ઝડપે પવન ફૂંકાતા ગરમી ઘટીને 41.3 ડિગ્રી થઇ છે. હજુ બે દિવસ અમદાવાદમાં ગરમીનો પારો 41થી 42 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી મંગળવારે પવનની દિશા બદલાઇને દક્ષિણ-પશ્ચિમી શરૂ થયાં છે. જેને કારણે અમદાવાદ સહિત મોટાભાગના શહેરોના મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. અમદાવાદમાં દિવસ દરમિયાન 27 કિમીની ઝડપે પવન ફૂંકાયા હતા. જેના કારણે ગરમીમાં પણ આંશિક ઘટાડો થયો છે. હજુ બે દિવસ અમદાવાદમાં ગરમીનો પારો 41થી 42 ડિગ્રીની આસપાસ રહેશે.
એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમી પડી.45 ડીગ્રી સુધી તાપમાન પહોંચી ગયું હતું. જોકે, ઉનાળાની શરૂઆત કાળઝાળ ગરમીથી થઈ અને હિટવેવની ફિકવન્સી પણ વધી ગઈ.સામાન્ય તો ઉનાળામાં દરિયા કિનારાના વિસ્તારનું તાપમાન 37 ડીગ્રી આસપાસ રહેતું હોય છે.પરંતુ ઉનાળાની શરૂઆત થી સતત દરિયા કિનારાના વિસ્તારનું તાપમાન પણ સામાન્ય કરતા ઊંચું નોંધાયું છે.