Gujarat Corona Update: દેશમાં કોરોનાના કેસ (Corona Cases In India) ની સંખ્યા દિવસેને દિવસે સતત વધી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસના નવા કેસમાં મોટો વધારો નોંધાયા છે. તમને જણાવી દઈએ કે, ત્રણ મહિના પછી ગુજરાતમાં સતત કોરોના કેસ વધી રહ્યા છે. રાજ્યમાં 09 જૂનની સાંજે કોરોના વાયરસના નવા કેસની (Gujarat Covid Cases on 09-06-2022) સ્થિતિ જોતા એક્ટિવ કેસનો આંકડો (gujarat Coronavirus Cases) સતત વધી રહ્યો છે. રાજ્યમાં કોરોના કેસનો એક્ટિવ આંકડો 500 ને પાર પહોંચી ગયો છે.રાજ્યમાં આજે 09 જૂનની સાંજે કોરોના વાયરસના નવા 117 કેસ નોંધાયા છે. જોકે રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં સૌથી વધુ 62 કેસ નોંધાયા છે.
રાજ્યમાં આજે 09 જૂનની સંધ્યાએ અમદાવાદ શહેરમાં સૌથી વધુ 62 કેસ નોંધાયા છે, વડોદરા કોર્પોરેશનમાં 20 અને સુરત કોર્પોરેશનમાં 09કેસ નોંધાયા છે. ત્યાં જ ગાંધીનગર કોર્પોરેશનમાં 4, રાજકોટ કોર્પોરેશનમાં 03 અને અમદાવાદ ગ્રામ્ય, અમરેલી, મહેસાણા, સુરેન્દ્રનગર અને વલસાડમાં 02-02 કેસ નોંધાયો છે. ત્યાં જ આણંદ, અરવલ્લી, ભરૂચ, બનાસકાંઠા, ગાંધીનગર, જામનગર કોર્પોરેશન અને સુરતમાં 01-01 કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ 117 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત રાજ્યના કોઈ પણ શહેર જિલ્લામાં કોરોનાના એક પણ નવા કેસ નોંધાયા નથી.
રાજ્યમાં આજે 09 જૂનની સાંજે કુલ 45 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જેમાંથી અમદાવાદ શહેરમાં સૌથી વધુ 27 દર્દીઓ સાજા થયા છે. ત્યાં જ વડોદરા કોર્પોરેશનમાં 01, સુરત કોર્પોરેશનમાં 02, રાજકોટ કોર્પોરેશન 01, મહેસાણામાં 01, વડોદરામાં 06, વલસાડમાં, ગાંધીનગરમાં, જામનગર કોર્પોરેશનમાં 02-02 દર્દીઓ સાજા થયા છે. દેવભૂમિ દ્રારકા 01 દર્દી સાજા થતા તેમને ઘરે મોકલામા આવ્યા છે.