અમદાવાદ: સામાન્ય કિસ્સામાં ઠગાઈ કેસમાં (Fraud case) પોલીસ (Police)આરોપીની ધરપકડ કરે તો કોઈ રિકવરી થતી નથી. પણ 11 કરોડ રૂપિયા સેરવી લેનાર પિતા પુત્રની ધરપકડ બાદ નવા ખુલાસા થયા છે. જેમાં બને પિતા પુત્રએ ઠગાઈના 11 કરોડમાંથી જ કરિયાણાની દુકાન ચાલુ કરી હતી અને બે મકાન પણ ખરીદ્યા હતા. આટલું જ નહીં કરિયાણાની દુકાન પર બેસીને જ બનેએ કરોડો રૂપિયા સેરવી લીધા હોવાનું સામે આવ્યું છે. (આરોપીઓની તસવીર)
HDFC લાઈફ ઈન્સ્યુરન્સ કંપનીના અધિકારી બની અમદાવાદના (Ahmedabad) વેપારી પાસેથી 11 કરોડથી વધુની છેતરપિંડીના ગુનામાં સાયબર ક્રાઈમે (cyber crime) મુખ્ય બે આરોપી બ્રિજેશ ગિરી અને સૌરભ ગિરી નામના પિતા-પુત્રની દિલ્હીથી ધરપકડ કરી હતી.આરોપીઓ 55 બેંક એકાઉન્ટમાં આ રુપિયા મેળવ્યા હોવાનુ સામે આવ્યુ છે. (અમદાવાદ સાયબર ક્રાઈમ સેલની તસવીર)
આ બન્ને આરોપીઓ પોતાના અન્ય સાગરિતો સાથે મળી અમદાવાદના કાપડના વેપારી પ્રતાપરાય આવતાનીને 11 કરોડથી વધુની છેતરપિંડી કરી હતી. આરોપીઓએ ફરિયાદીને 18 થી 24 ટકા સુધી વળતર આપવાની લાલચ આપી 11 કરોડ મેળવી લીધા અને 2016થી અત્યાર સુધી એક પણ રુપિયા પરત નહી આપી તેમની સાથે છેતરપિંડી કરી હતી.આરોપીઓએ ફરિયાદીને વિશ્ર્વાસમાં લેવા માટે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ઓથોરીટી ટુ રેમીટ,સર્ટીફીકેશન ઓફ રજીસ્ટ્રેશન,મિનિસ્ટ્રી ઓફ ફાઈનાન્સ સહિત અનેક સરકારી એજન્સીઓના ડુપ્લીકેટ લેટરો અને ખોટા સહીઓ વાળા લેટરો મોકલી આપેલ અને તેમની પાસેથી 2016થી અત્યાર સુધી કરોડો રુપિયાનુ છેતરપિંડી કરી છે. (અમદાવાદ સાયબર ક્રાઈમ સેલની તસવીર)
સાયબર ક્રાઇમ સેલના ડીસીપી રાજદીપ સિંહ ઝાલા એ જણાવ્યું છે કે ફરિયાદીએ 2016માં પોતાની પૌત્રીના નામે બે ઈન્સ્યુરન્સ કરાવ્યા હતા. ત્યાર બાદ એક મોબાઈલ નંબરથી તેમને ફોન આવ્યો અને ત્યાર બાદ તેમની સાથે છેતરપિંડી શરુ થઈ હતી. આરોપી સૌરભ ગીરી પહેલા એચ.ડી.એફ.સી કંપનીની ઈન્સ્યુરન્સ પોલીસી વેચવા માટે કોલ સેન્ટરમાં ટેલીકોલર તરીકે કામ કરતો હતો જેની સાથે અન્ય લોકો પણ કામ કરતા હતા. કોલસેન્ટર બંધ થઈ જતા તે ડેટાનો ઉપયોગ આરોપીએ કર્યો અને ફરિયાદી ને ફોન કરી તેમની પાસેથી કરોડો રુપિયા મેળવી લીધા. (પ્રતિકાત્મક તસવીર)
પોલીસનું કહેવું છે કે આરોપીએ દેશના અલગ-અલગ રાજ્યોમાં 55 જેટલા બેંક એકાઉન્ટમાં તેને 11 કરોડની રુપિયા મેળવ્યા છે અને જેમાંથી આરોપીએ પોતાના સગાના પાંચ એકાઉન્ટમાં 3 કરોડ મેળવી ચુક્યા છે અને જેની સંપત્તિ તેને દિલ્હીમાં ખરીદી છે. રોડ પર જ દુકાન ખરીદી કરિયાણાનો વેપાર શરૂ કર્યો હતો. પિતા દુકાને બેસતા અને પુત્ર ઠગાઈનો ધંધો કરતો હતો. આ પિતા પુત્ર સાથે અન્ય પણ કેટલાક લોકો સંડોવાયેલા હોવાની માહિતીને લઈને અન્ય લોકોને પકડવા હજુય એક ટિમ દિલ્હીમાં રાખવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. (પ્રતિકાત્મક તસવીર)