Parth Patel, Ahmedabad: ઘણા લોકો પર્વતીય પ્રદેશમાં ફરવા ગયા હશે અને તેને કેમેરામાં કંડાર્યા પણ હશે. પરંતુ આ આર્ટિસ્ટે અમદાવાદની ગુફા ખાતે અંતર જ્યોત રિવેલેશન્સ ઓફ ધ લાઈટ વિધિન આધારિત 54 પેઈન્ટિંગ વોટરકલરમાં રજૂ કર્યા છે. તેમણે કુદરતી દ્રશ્ય, પર્વતીય પ્રદેશ, મેદાની પ્રદેશ જેવા વિસ્તારો પેઇન્ટિંગમાં રજૂ કર્યા છે.
વધુમાં જણાવતા કહ્યું કે તેમણે તેમની જાતને ચેલેન્જ કરવી હતી એટલે તેમણે સ્કેલ અને વોલ્યુમને લઈને આ કામ કર્યું છે. જો કે અગાઉ તેમણે આટલા મોટા સ્કેલ પર ક્યારેય ચિત્રો કર્યા નથી. તેઓ નેચર લવર છે એટલે સ્કાયને સબજેક્ટ તરીકે પસંદ કરી તેના આધારિત કામ શરૂ કર્યું. ત્યારબાદ વોટર વિષય પર કામ શરૂ કર્યું. ખાસ કરીને તેમણે સમય અને ઋતુ પ્રમાણે એક્સપ્રેશનને કાગળ પર દર્શાવ્યા છે.