Home » photogallery » ahmedabad » દયનીય સ્થિતિઃ અમદાવાદના છેવાડાના આ ગામો 25 વર્ષથી ભોગવી રહ્યા છે 'કાળા પાણીની સજા'

દયનીય સ્થિતિઃ અમદાવાદના છેવાડાના આ ગામો 25 વર્ષથી ભોગવી રહ્યા છે 'કાળા પાણીની સજા'

ભારતમાં જ્યારે બ્રિટિશ હુકુમત હતી ત્યારે અંગ્રેજો સામે બગાવત કરનારને કાળા પાણીની સજા આપવામાં આવતી હતી.

  • 16

    દયનીય સ્થિતિઃ અમદાવાદના છેવાડાના આ ગામો 25 વર્ષથી ભોગવી રહ્યા છે 'કાળા પાણીની સજા'

    સંજય ટાંક, અમદાવાદઃ આમ તો ભારતમાં જ્યારે બ્રિટિશ હુકુમત (British rule) હતી ત્યારે અંગ્રેજો સામે બગાવત કરનારને કાળા પાણીની સજા (kala pani saja) આપવામાં આવતી હતી. પરંતુ આજે અમે આપને બતાવીશું અમદાવાદના છેવાડે આવેલા કેટલાક ગામો પણ વર્ષોથી ભોગવે છે કાળાપાણીની સજા. અને કાળા પાણીની સજા છે કેમિકલના કાળા પાણીની.

    MORE
    GALLERIES

  • 26

    દયનીય સ્થિતિઃ અમદાવાદના છેવાડાના આ ગામો 25 વર્ષથી ભોગવી રહ્યા છે 'કાળા પાણીની સજા'

    ન્યૂઝ18 ગુજરાતીની ટીમએ પણ આ ગામોની મુલાકાત લઈ ગામના લોકોની વેદના જાણી.  અમદાવાદના છેવડાના ગામો ભોગવી રહ્યા છે કાળા પાણી ની સજા. જે માટે નો રિપોર્ટ જણાવતા પહેલાં અમે આપને જણાવીશુંએ તકલીફ. એ વેદના જેના થી ગામ લોકો પરેશાન છે. જે માટે મંત્રી થી લઈ ને સંત્રી સુધી ગામના આગેવાનો રજુઆત કરી ચુક્યા છે પણ પરીણામ હજુ યે શૂન્ય છે.

    MORE
    GALLERIES

  • 36

    દયનીય સ્થિતિઃ અમદાવાદના છેવાડાના આ ગામો 25 વર્ષથી ભોગવી રહ્યા છે 'કાળા પાણીની સજા'

    ન્યૂઝ18 એ રોપડા ગામના સરપંચ રમેશચંદ્ર ચૌહાણ સાથે વાતચિત કરી ત્યારે  તેમણે અમારી સમક્ષ ઠાલવી વર્ષોની વ્યથા. તેમણે જણાવ્યું કે હાલમાં જ દસક્રોઈ ના ધારાસભ્યને અને તાલુકાના સભ્યોને રજુઆત કરી આ સમસ્યાના કાયમી ઉકેલની રજુઆત કરી હતી. જોકે આવી રજૂઆતો વર્ષોથી અધિકારીઓને કરી છે પણ કોઈ નિરાકરણ આવતું નથી.  રોપડા ગામ અમદાવાદ ના વટવા નજીક આવેલું છેવાડેનું ગામ છે.

    MORE
    GALLERIES

  • 46

    દયનીય સ્થિતિઃ અમદાવાદના છેવાડાના આ ગામો 25 વર્ષથી ભોગવી રહ્યા છે 'કાળા પાણીની સજા'

    અંદાજે 2 હજારની વસ્તી ધરાવતું ગામ પીડાય છે કેમિકલના ગંદા પાણી થી. ગામમાંથી પસાર થઈ રહેલી ખારી નદીમાં કેમિકલ કંપનીઓ માંથી કેમિકલના પાણી છોડવામાં આવે છે. રાત્રી દરમિયાન કંપનીઓ કેમિકલના ટેન્કર નદી માં ઠાલવે છે જેના પગલે એટલી નદી પ્રદૂષિત તો છે સાથે એનક તકલીફોનો સામનો લોકો કરી રહ્યા છે. ઘણીવાર કેમિકલ એટલું જલદ હોય છે કે આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફો પડે છે.

    MORE
    GALLERIES

  • 56

    દયનીય સ્થિતિઃ અમદાવાદના છેવાડાના આ ગામો 25 વર્ષથી ભોગવી રહ્યા છે 'કાળા પાણીની સજા'

    આવી તકલીફો ના કારણે લોકોનું જીવવું દૂષવાર થઈ ગયું છે.  ગામના રહીશ કેશવભાઈ ઠાકોર જણાવે છે કે અધિકારી આવીને અનેકવાર સર્વે કરી ગયા છે  પણ કોઈ ધ્યાન આપતું નથી. તો વળી કેટલાક ગામના આગેવાનોએ હવે આ સમસ્યાના નિરાકરણ માટે હાઇકોર્ટના દ્વાર ખખડાવવાની તૈયારીઓ કરી છે.

    MORE
    GALLERIES

  • 66

    દયનીય સ્થિતિઃ અમદાવાદના છેવાડાના આ ગામો 25 વર્ષથી ભોગવી રહ્યા છે 'કાળા પાણીની સજા'

    મહત્વનું છે કે કેમિકલના કાળા પાણીથી કંટાળેલા લોકો GPCB, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત અધિકારી ઓને રજૂઆત કરવામાં આવી છે પણ અધિકારીઓ આવીને જોઈને ચાલ્યા જાય છે પણ આ સમસ્યાનું  નિરાકરણ આવ્યું નથી.

    MORE
    GALLERIES