અમદાવાદ: મેઘરાજા નવરાત્રિ દરમિયાન વરસાદી રમઝટ કરી રહ્યા છે. રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. આવામાં હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, આગામી ત્રણ દિવસ અમદાવાદમાં વરસાદ રહેશે. જે દરમિયાન સામાન્ય અને છુટોછવાયો વરસાદ રહેશે. જોકે ભારે વરસાદની કોઈ આગાહી નથી. ત્યાં જ સૌરાષ્ટ્રમાં છુટોછવાયો સામાન્ય વરસાદ રહેવાની શક્યતાઓ છે.
અમદાવાદમાં ખેલૈયાઓ માટે હવામાન વિભાગે માઠા સમાચાર આપ્યા છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે જેને લઇ ખેલૈયાઓમાં ચિંતાની લહેર પ્રસરી ગઇ છે. નવરાત્રિના પ્રથમ દિવસે જ મેઘરાજાની પધરામણી થઇ હતી ત્યારે આગામી ત્રણ દિવસ માટે વરસાદની આગાહી છે અને આ દરમિયાન સામાન્ય અને છુટોછવાયો વરસાદ થશે. જોકે આ દરમિયાન ભારે વરસાદની કોઈ આગાહી નથી જે એક રાહતના સમાચાર છે.
આમ આગામી ત્રણ દિવસ રાજ્યમાં વરસાદની આગાહી છે. ત્યારે ખેલૈયાઓના રંગમાં મેઘરાજા ભંગ પાડી શકે છે! પ્રથમ નોરતે પણ આકાશમાંથી કાળા ડિબાંગ વાદળો આવ્યા અને ખેલૈયાઓએ કરેલી નવરાત્રિની તૈયારીઓના રંગમાં ભંગ પાડ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. નવરાત્રિના પહેલા જ દિવસથી મેઘરાજાએ વરસાદી રમઝટ કરતા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતાનો માહોલ છવાયો હતો. ખેલૈયાઓની ચિંતા અહીંથી જ નથી અટકવાની હવામાન વિભાગે કહ્યું છે કે આગામી ત્રણ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.