વિભુ પટેલ, અમદાવાદ : સરદાર વલ્લભભાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (Ahmedabad Airport) અમદાવાદ દેશનું પહેલું એરપોર્ટ બન્યું જ્યાં, એરપોર્ટ પોડ હોટલ (airport pod hotel) બનાવવામાં આવી છે. અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટ ટર્મિનલમાં હાલમાં એરપોર્ટ હોટલ તૈયાર કરવામાં આવી છે, જેમાં બાર બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. અતિ આધુનિક ટેક્નોલોજીથી સજ્જ પોડ તૈયાર કરવામાં આવ્યા છે, અંદાજે એક પોડ તૈયાર કરવાની કિંમત છ લાખ રૂપિયા ખર્ચ થાય છે. અમદાવાદ એરપોર્ટ પર આવા 12 પોડ તૈયાર કરવામાં આવ્યા છે.
કેવી છે સુવિધા? પોડની બહાર સ્કિન આપવામાં આવી છે. જેમાં અલગ અલગ ઓપશન આપવામાં આવ્યા છે. વાઈ ફાઈ તેમજ Don't disturbના ઓપશન આપવામાં આવ્યું છે. જે સ્ક્રીન પરથી ઓપશન સિલેક્ટ કરી શકાશે. આરામદાયક બેડ સીટ આપવામાં આવી છે. પોડમાં એલઇડી આપવામાં આવી છે. સાથે જ ડિજિટલ મ્યુઝિક સિસ્ટમ જેમાં કોઈ પણ ગીત સિલેક્ટ કરી સાંભળી શકશે. રીડિંગ લાઈટ પણ આપવા આવી છે. પોડની અંદરથી એસી ટેમ્પરેચર મેન્ટેન કરી શકશે તેવી સિસ્ટમ આપવામાં આવી છે. પોડની બહાર લગેજ મુકવા માટેની વ્યવસ્થા છે. સાથે સીસીટીવીથી સજ્જ રહેશે.
ગુજરાતનું સૌથી મોટું એરપોર્ટ છે. ઇન્ટરનેશનલ ફ્લાઈટમાં જવા માટે લોકો અમદાવાદ એરપોર્ટથી જવાનું પસંદ કરતાં હોય છે. અન્ય જિલ્લામાં પ્રવાસીઓ આવતા હોય છે ત્યારે ફ્લાઇટ પહેલાજ 4 થી 5 કલાક પહેલા આવી જતા હોય છે.ત્યારે એરપોર્ટ પર સમય વેટિંગ એરિયામાં વિતાવવો પડે છે.ત્યારે પ્રવાસીઓને સારી સુવિધા મળી રહે તેનો પ્રયાસ કરવામાં આવ્યો છે.આ પોડના કારણે પોતાના લેગેજની સેફટી સાથે આરામ કરી શકે તેવી સુવિધા ઉભી કરવામાં આવી છે.
એરપોર્ટ પોડ હોટલ બનાવવામાં આવી છે જેથી પ્રવાસીઓ આરામ કરવા માટે એરપોર્ટ થી દુર હોટલમાં જવું નહિ પડે.પોડ અમદાવાદ એરપોર્ટ સુવિધા મળી જશે.પોડ હજુ ચાર્જ ફાઇનલ કરવામાં આવ્યો નથી.પરંતુ એક કલાકનો ચાર્જ 200 થી 250 રાખવાનો અંદાજ છે.જો કે એક કલાક અથવા અલગ અલગ પેકેજ નક્કી કરવામાં આવશે. હાલ તો 12 પોડ રાખવામાં આવ્યા છે.સાથે કોફી એરિયા પણ બનાવવામાં આવ્યો છે.અમદાવાદ એરપોર્ટ પર પ્રવાસીઓને સારામાં સારી સુવિધા આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.