Home » photogallery » ahmedabad » અમદાવાદ : પતંગ ચગાવી રહેલો બાળક ધાબેથી પટકાતા મોત, બે દિવસમાં બીજા માસૂમનો જીવ ગયો!

અમદાવાદ : પતંગ ચગાવી રહેલો બાળક ધાબેથી પટકાતા મોત, બે દિવસમાં બીજા માસૂમનો જીવ ગયો!

વડોદરા બાદ અમદાવાદમાં માસૂમ બાળક પતંગ લૂંટતાં લૂંટતાં ધાબા પરથી પટકાયો, માતાપિતા ઘરમાં નહોતા ત્યારે જ ઘટી કરૂણાંતિકા, 10 વર્ષના ફૂલ જેવા બાળકની જિંદગી હણાઈ

विज्ञापन

  • 15

    અમદાવાદ : પતંગ ચગાવી રહેલો બાળક ધાબેથી પટકાતા મોત, બે દિવસમાં બીજા માસૂમનો જીવ ગયો!

    હર્મેશ સુખડિયા, અમદાવાદ: ઉત્તરાયણ નજીક આવ્યા પહેલા ઘણી સાવધાની રાખવી પડતી હોય છે. અમદાવાદમાં (Ahmedabad) ઉત્તરાયણ (Uttrayan) ટાણે વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં મેઘાણીનગર (Meghaninagar Area) માં પતંગ ચગાવતાં (Kite Flying) સમયે 10 વર્ષનો બાળક ધાબેથી પટકાતા મોત (Death) થયું છે. સમગ્ર મામલે મેઘાણીનગર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

    MORE
    GALLERIES

  • 25

    અમદાવાદ : પતંગ ચગાવી રહેલો બાળક ધાબેથી પટકાતા મોત, બે દિવસમાં બીજા માસૂમનો જીવ ગયો!

    અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના 27 નંબરના બ્લોકમાં રહેતા 10 વર્ષીય રોનક રાવત નું મોત નીપજ્યું છે. તેના મામા ગીરીશભાઈ રાવતે જણાવ્યું કે રોનક તેમના પરિવારનો એકનો એક દીકરો હતો. તેના પિતા કિડની હોસ્પિટલમાં ઇલેક્ટ્રિશિયન તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. રોનકના માતા પિતા એક મરણ પ્રસંગ માં ગયા હતા. ત્યારે ઘરે રોનક અને તેના દાદી એકલા હતા.

    MORE
    GALLERIES

  • 35

  • 45

    અમદાવાદ : પતંગ ચગાવી રહેલો બાળક ધાબેથી પટકાતા મોત, બે દિવસમાં બીજા માસૂમનો જીવ ગયો!

    રોનકનો પરિવાર હાલ શોકમાં ઘરકાવ થયો છે. ત્યારે વાલીઓ માટે આ લાલબત્તી સમાન કિસ્સો હોવાનું જણાવી પરિવારજનોને લોકોને અપીલ કરી રહ્યા છે કે વાલીઓ એ ખાસ તેમના બાળકોનું ધ્યાન રાખવું જોઈએ. પતંગ ચગાવવા બાળક જાય કે ધાબે કોઈ કારણ થી જાય ત્યારે એક મોટી વ્યક્તિએ સાથે રહેવું જોઈએ. ખાસ તો પતંગ ચગાવતી વખતે કે પતંગ લૂંટતી વખતે બાળક ભાન ન ભૂલે તે કાળજી રાખવી વાલીઓની જવાબદારી બને છે. સમગ્ર મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

    MORE
    GALLERIES

  • 55

    અમદાવાદ : પતંગ ચગાવી રહેલો બાળક ધાબેથી પટકાતા મોત, બે દિવસમાં બીજા માસૂમનો જીવ ગયો!

    ઉત્તરાયણ નજીક હોય પહેલા ઘણી સાવધાની રાખવી પડતી હોય છે. વડોદરામાં ઉત્તરાયણ ટાણે વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં પતંગ ચગાવતાં સમયે 14 વર્ષનો બાળક ચોથા માળેથી પટકાતા મોત થયું છે.આમ બે દિવસમાં બીજા બાળકનું પતંગના કારણે મોત થયું છે.

    MORE
    GALLERIES