સંજય ટાંક, અમદાવાદ : સામાન્ય રીતે એવું કહેવાય કે પાંચ રૂપિયામાં શું આવે પણ અમે આપને બતાવીએ અમદાવાદમાં (Ahmedabad)આવેલું એક એવું ATM કે જ્યાં મળે છે ચા, કોફી કે ટોમેટો સુપ ( tea coffee and tomato soup ATM). જેનો સ્વાદ તમને મળશે માત્ર 5 રૂપિયામાં. જી હા 5 રૂપિયાનો સિક્કો ATMમાં નાખો અને તમને ચા, કોફી કે ટોમેટો સુપ મળશે. નારણપુરાના (Naranpura)યુવાને મેક ઇન ઇન્ડિયા (Make in India)કોન્સેપટ અંતર્ગત આ ATM નારણપુરા વિસ્તારમાં મુકવામાં આવ્યું છે. રોજ 200થી 300 લોકો ચા, કોફી કે સુપના સ્વાદની મજા માણી શકે છે.
આમ તો ડેબિટ કાર્ડ નાખો અને રૂપિયા મળી જાય એવા વિવિધ બેંકના ATM ઠેરઠેર જોવા મળે છે. પીવાના પાણી માટેના ATM પણ હવે ક્યાંક ક્યાંક જોવા મળતા હોય છે ત્યારે અમદાવાદના નારણપુરામાં રહેતા કિશનભાઈ પટેલે ATM શરૂ કર્યું છે. આ ATM છે ચા, કોફી અને ટોમેટો સુપનું. માત્ર 5 રૂપિયાનો સિક્કો નાખીને લોકો ચા, કોફી અને ટોમેટો સુપ પી શકે છે. આ સેવાનો લાભ 24 કલાક મળે છે. કિસનભાઈએ આ અગાઉ પીવાના પાણીના ATM પણ રાખ્યા છે. જેથી લોકો પીવાના પાણી માટે મિનરલ વોટરના કેરબા પણ અહીંથી ભરીને જઈ શકે છે. લોકો આ પાણીના ATMનો પણ લાભ પણ લઇ રહ્યા છે.
આ અંગે કિસનભાઈ પટેલ જણાવ્યું હતું કે આ ATM મેક ઇન ઇન્ડિયાના કોન્સેપટથી બનાવ્યું છે. રેલવે સ્ટેશન પર પાણીના ATM હોય છે તેના પરથી તેઓને આ પ્રકારે ATM બનાવવાનો વિચાર આવ્યો હતો. પહેલા તેઓએ આ વિસ્તારમાં પાણીના ATM લગાવ્યા હતા. ત્યારબાદ ધીરે ધીરે તેઓને ચા, કોફી અને ટોમેટો સુપના ATMનો વિચાર આવ્યો હતો. 5 રૂપિયા કિંમત ખૂબ ઓછી છે જે અંગે તેઓનું કહેવું છે આ સેવાના ઉદેશ સાથે શરૂ કર્યું છે.