વિભુ પટેલ, અમદાવાદઃ ટાઉતે વાવાઝોડાએ (Tauktae cyclone) ગુજરાતને હચમચાવી નાંખ્યું છે. અરબી સમુદ્રમાંથી સક્રિય (Arabian Sea) થયેલું આ વાવાઝોડાયે ગુજરાતમાં વિનાશ વેર્યો છે. હજારો લોકોના માથે આફત બની તૂટી પડ્યું હતું. ગુજરાતમાં (Gujarat) લાખો કરોડો રૂપિયાના માલ-સંપત્તીને નુકસાન પહોંચ્યું છે. જોકે, વાવાઝોડાએ ગુજરાતમાંથી વિદાય લીધી છે પરંતુ પાછળ વિનાશની કહાની લખતું ગયું છે. તો ચાલો ટાઉતે વાવાઝોડાની ગુજરાતમાં એન્ટ્રીથી (entry) લઈને એક્સિટ (exit) સુધી તમામ ઘટનાક્રમ જાણીએ.
વાવઝોડાની દિશા ઉત્તર ઉત્તર પશ્ચિમ તરફની રહી હતી. 12 મે 2021ના ડિપ્રેશન માં પરિવર્તિત થયું હતું.ત્યાર બાદ ગુજરાત ના દરિયા કિનારા તરગ આગળ વધ્યું હતું.17 મેં 2021ના પૂર્વ દિવ તરફથી રાતે 9 કલાકે એન્ટ્રી ગુજરાત ના દરિયામાં લીધી હતી.ત્યાર બાદ ઉના આસપાસના વિસ્તરમાં લેન્ડફોલ થવાની પ્રક્રિયા શરૂ થઈ હતી અને 18 મેં 2021 ના રાતે 1.30 કલાકે લેન્ડફોલ ની પ્રકિયા પૂર્ણ થઈ હતી.વાવઝોડા ની લેન્ડફોલ ની 4.30 કલાક પ્રક્રિયા ચાલી હતી..દિવ નજીકથી વાવઝોડું પ્રસાર થયું ત્યારે 152 કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાયો હતો.વાવઝોડાની આંખ ઉનામાં જ્યારે લેન્ડફોલ થઈ ત્યારે 175 કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાયો.
અમરેલી, જાફરાબાદ સહિતના વિસ્તારોમાં તબાહી મચાવી.લેન્ડ ફોલ થયા બાદ પણ 10.30 કલાક વેરી સીવીયર સાયકલોન બની રહ્યું અને ત્યાર બાદ 18 મેં 2021 ના બપોરે 11 વાગ્યે વેરી સીવીયર સાયકલોન માંથી સીવીયર સાયકલોન માં પરિવર્તિત થયું.સીવીયર સાયકલોન બની અમદાવાદ નજીકથી પસાર થયું જેના કારણે અમદાવાદ જિલ્લા વૃક્ષો પડવાની ઘટના બની.19 મેં 2021ના વહેલી સવારે વાવાઝોડું નબળું પડી ગુજરાત પરથી પસાર થઈ ગયું.ડીપ ડિપ્રેશન માંથી ડિપ્રેશન માં પરિવર્તિત થયું.અને દક્ષિણ રાજસ્થાન તરફ આગળ વધ્યું.
ટાઉતે વાવઝોડાનું ન્યુઝ 18 ગુજરાતી ની ટિમ નો આંખે દેખો અહેવાલ..વાવઝોડુ કવરેજ કરવા માટે એક એક જગ્યા પર ન્યુઝ 18 ગુજરાતી ની ટિમ ખડેપગે હતી.અને 17મેની સવાર પડી જેમજેમ સમય વીતતો ગયો તેમ ગુજરાત પરનું સંકટ વધતું ગયું.રાતના 8 વાગતા ની સાથે વવાઝોડુંએ પોતાનું સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું.લોકોના જીવ તાળવે ચોંટી ગયા.vઉના આસપાસના વિસ્તારોમાંવાવઝોડુ લેન્ડફોલ થતા 175 કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાવવાનું શરૂ થયું.
બધું અસ્તવ્યસ્ત થતું જોવા મળ્યું.રોડ પર વિજના થાંભલા,વૃક્ષો ધરાશય, કાચા મકાનોને ભારે નુકસાન, તમામ માર્કેટ બંધ,આ પરિસ્થિતિ જોઈને ખૂબ દુઃખ થયું.પરંતુ કુદરતી આફત હતી.વાવઝોડાના કારણે નુકસાન થયું.પરંતુ જાનહાની ટળી. હવામાન વિભાગની અનુમાન સચોટ રહ્યું.સરકાર અને વહીવટી તંત્ર દ્વારા લોકોનું સમયસર સ્થળાંતર કરવામાં આવ્યું.
બધું અસ્તવ્યસ્ત થતું જોવા મળ્યું.રોડ પર વિજના થાંભલા,વૃક્ષો ધરાશય, કાચા મકાનોને ભારે નુકસાન, તમામ માર્કેટ બંધ,આ પરિસ્થિતિ જોઈને ખૂબ દુઃખ થયું.પરંતુ કુદરતી આફત હતી.વાવઝોડાના કારણે નુકસાન થયું.પરંતુ જાનહાની ટળી. હવામાન વિભાગની અનુમાન સચોટ રહ્યું.સરકાર અને વહીવટી તંત્ર દ્વારા લોકોનું સમયસર સ્થળાંતર કરવામાં આવ્યું.