સંજય ટાંક, અમદાવાદઃ ટાઉતે વાવાઝોડાના (tauktae cyclone) કારણે જોરદાર પવન ફૂંકાતા શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષઓ ધરાશાયી (trees collapsed) થવાની ઘટનાઓ સામે આવી. તો ક્યાંક કલાકો સુધી પાણીનો નિકાલના (Nikol) થયો. તો વળી કેટલી જગયાએ હોર્ડિંગ્સ તો ઠીક આખે આખા બસ સ્ટેન્ડ ધરાશાયી થયાની તસવીરો પણ સામે આવી. આ તસવીરો જ કહી આપે છે કે વાવાઝોડું કેટલું વિનાશક હતું. વાત છે.
વરસાદના કલાકોના વિરામ પછી પણ અહીં પાણીનો નિકાલ નહિ થતા વાહનચાલકોએ પાણીમાં પસાર થઈ જવાની ફરજ પડી. તો વળી અમદાવાદ ના થલતેજ વિસ્તારમાં AMTSનું એક બસ સ્ટેન્ડ ધરાશાયી થઈ ગયું હતું. જેના પર એક મોટું હોર્ડિંગ્સ પણ નીચે પટકાયું હતું. તો આ છે અમદાવાદીઓ માટે મુશ્કેલ રૂપ બનેલી એ તસવીરો. જેણે બીજા દિવસે પણ તંત્રને દોડતું કરી મૂક્યું હતું.