નવીન ઝા, અમદાવાદ : એન્ટિ કરપ્શન બ્યૂરો (ACB)એ સુરતમાં (Surat) મોટી કાર્યવાહી કરી છે અને આરોપી જસ્ટીન કાંતિલાલ માસ્ટર (Justin Kantilal Master), સુપ્રિટેન્ડન્ટ, સેન્ટ્રલ જી.એસ.ટી. અને સેન્ટ્રલ એકસાઇઝ, નાનપુરા, સુરત, વર્ગ-ર, આશિષ રણવીરસિંહ ગેહલાવત (Ashish Gehlawat), ઇન્સ્પેકટર, સેન્ટ્રલ જી.એસ.ટી. અને સેન્ટ્રલ એકસાઇઝ , નાનપુરા, સુરત, વર્ગ- ૨ અને જીમ્મી વિજયકુમાર સોની (Jimmy Vijay Soni) (ખાનગી વ્યકિત ની ધરપકડ કરી છે..આરોપીઓ ની રૂપિયા 15 હજાર ની લાંચ લેતા પકડી પાડવામાં આવ્યું છે.
ઘટનાની વાત કરીએ તો ફરીયાદીના ભાઇ કામરેજ તાલુકાના પાસોદરા ગામે આવેલ દુકાનમાં અન્ય ભાગીદારો સાથે ભાગીદારી પેઢી બનાવી યાર્નનો વેપાર કરે છે. ઉપરોકત જણાવેલ ભાગીદારી પેઢીમાં સેન્ટ્રલ જી.એસ.ટી. વિભાગના અધિકારીઓ આરોપી જસ્ટિન અને આશિષ વેરીફીકેશન માટે ગયેલા અને દુકાનની વિઝીટ કરી દસ્તાવેજી પુરાવા માંગેલા.
આરોપી જસ્ટિન અને આશિષે ઉપરોકત જણાવેલ સાહેદની ભાગીદારી પેઢીમાં કોઇ બેનર કે ડીસપ્લે લગાવેલ નથી, સાહેદે ધંધો કરે તે અંગે રજુ કરેલ પુરાવાને ધ્યાને ન લઇ સાહેદ અને ફરીયાદીને અત્યાર સુધી રૂપિયા ૩૮,૦૦,૦૦૦/- (આડત્રીસ લાખ)નો ધંધો કરેલ છે અને ધંધા બાબતે પુરાવા દુકાનમાં દેખાતા નથી અને ધંધો શંકાસ્પદ હોવાનું ફરીયાદી અને સાહેદને જણાવી કાયદેસર કાર્યવાહી કરવાનું કહી પેનલ્ટીની વાત કરી પ્રથમ રૂપિયા વીસ હજાર લાંચની માંગણી કરી હતી.
ત્યારબાદ, સુરત શહેર વિસ્તારમાં લંબે હનુમાન રોડ ઉપર આવેલ ફરીયાદીના ભાઇના સી.એ. ની ઓફીસમાં વેરીફીકેશન અંગેના પંચનામાની કાર્યવાહી કરવા આરોપી જસ્ટિન અને આશિષ આવેલા તે વખતે રકઝકના અંતે ફરીયાદી પાસે છેલ્લે રૂપિયા પંદર હજાર લાંચની માંગણી કરી હતી જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે ફરીયાદીની ફરીયાદના આધારે આજ રોજ લાંચના છટકાનું આયોજન કરતા આરોપી આશિષ એ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરેલ અને આરોપી આશિષ ના કહેવાથી આરોપી જિમ્મી સોની એ રૂપીયા ૧૫,૦૦૦/- ની લાંચની રકમ સ્વીકારી આરોપી આશિષ ને આપી હતી.
<br />આમ, લાંચના છટકા દરમ્યાન એકત્રિત થયેલ પુરાવા આધારે બન્ને સરકારી અધિકરીઓ એકબીજાના મેળાપીપણામાં ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.૧૫,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ અને ઉપરોકત જણાવ્યા મુજબ આરોપી આશિષ અને જિમ્મી નાએ લાંચની રકમ સ્વીકારેલ હોવાથી, ઉપરોકત ત્રણેય આરોપીઓએ એકબીજાની મદદગારીમાં ગુનો કરેલ હોવાથી, ત્રણેય આરોપીઓને એસીબી એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. ત્યારે બીજી બાજુ ભરૂચ માં પણ જુનિયર ઈજનેર રૂપિયા 10 હજાર ની લાંચ લેતા ઝડપાઇ ગયા છે.<br />પ્રતિકાત્મક તસવીર