દિપીકા ખુમાણ, અમદાવાદ : કોરોના (Coronavirus) જતા રાહત તો થઈ જ છે પરંતુ ફરવાના શોખીનો ફરવા નીકળ્યા છે. ગત સિઝન કરતા આ સિઝનમાં લોકો ઉત્સાહ ભેર ફરવા માટે જઈ રહ્યા છે આ સિઝન માં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટુરિઝમ (Tourism) બંને માં ટ્રાફિક વધારે જોવા મળી રહ્યો છે કોરોના કેસ ઓછા થતા સરકારે તો રાહત નો શ્વાસ લીધો પરંતું લોકો પણ ઉત્સાહભેર ફરવા માટે જઈ રહ્યા છે. એમ પણ ગુજરાતી લોકો ફરવાના શોખીન છે અને હવે કોરોના (Coronavirus) નહીં હોવાના કારણે આ વર્ષે બમણો ટ્રાફિક જોવા મળી રહ્યો છે. ( તસવીર : shutterstock)
દરરોજના આ સિઝન માં 50 થી 70 બુકીંગ જોવા મળી રહ્યા છે આ અંગે ટુર ઓપરેટર આલાપ મોદી ના કહેવા પ્રમાણે ઇન્ટરનેશનલ ટુર માટે હાલ માલદીવ (Maldives) અને બાલી (Bali)નો સૌથી વધુ ક્રેઝ જોવા મળી રહ્યો છે.હાલ ગુજરાતીઓ સૌથી વધુ આ બંને ટુર પર છે બીજી તરફ કેદારનાથ બદ્રીનાથ ના દ્વાર ખુલતા ગુજરાત વાસીઓ ત્યાં પણ પહોચ્યા છે ( તસવીર : shutterstock)
ગત સિઝન માં જાન્યુઆરી માસ માં બુકીંગ સારા હતા પરંતુ બાદ માં કોરોના વકરતા બુકીંગ કેન્સલ થયા હતા પણ ચાલુ વર્ષે લોકો જાગૃત બની ગયા છે બુસ્ટર ડોઝ લઈ લીધા છે.અને એટલે જ લોકો આરામથી પરિવાર મિત્રો સાથે ફરવા જઈ રહ્યા છે ડોમેસ્ટિક ની વાત કરીએ તો કાશ્મીર સિક્કિમ કેરલા ગોવા ચારધામ વધારે બુકીંગ છે. ( તસવીર : shutterstock)
ઇન્ટરનેશનલમાં થાઈલેન્ડ મલેશિયા દુબઇ સિંગાપોર અમેરિકા અને કેનેડા પણ પેસેન્જર વધારે જઈ રહ્યા છે..આ અંગે પ્રવાસ બુક કરાવનાર દિનેશ પટેલ ના કહેવા પ્રમાણે બે વર્ષ થી બહાર નહિ ગયેલા હોવાથી આ વર્ષે તેઓ સિક્કિમના પ્રવાસે નીકળ્યા છે.જેને લઇને તેમને 3 લાખ જેટલો ખર્ચ બુકિંગ માટે કર્યો છે. ( તસવીર : shutterstock)