દિપીકા ખુમાણ, અમદાવાદ : વિદેશોમાં જ નહીં, પરંતુ હવે આપણા દેશમાં પણ લિંગ પરિવર્તન (Sex Change) કરાવવું સામાન્ય વાત બની ગઈ હોય તેમ લાગે છે. જાગૃતિ આવ્યા પછી પણ સમાજમાં લોકો સેક્સ ચેન્જનું ખુલીને સમર્થન નથી કરતું પરંતુ હકીકત એ છે કે, પહેલા કરતાં હવે લોકો તેને સમજતા અને સ્વીકારતા થયા છે. અમદાવાદની સિવિલ હોસ્પિલમાંમાં (Sex change Application in Ahmedabad Civil Hospit;) બે વર્ષ માં પુરુષ માંથી સ્ત્રી અને સ્ત્રી માંથી પુરુષ બનવા માટેની 25 જેટલી અરજીઓ આવી છે જેને કારણે એવું લાગી રહ્યું છે કે શહેરીજનોમાં લિંગ પરિવર્તન નું પ્રમાણ વધી રહ્યું છે.પુરુષ હોવા છતાં સ્ત્રી હોવાનો અહેસાસ કરતા લોકોને મળી રહી છે લિંગ પરિવર્તન ની મંજૂરી.
છેલ્લા કેટલાક વર્ષોમાં અમદાવાદમાં પણ પુરુષમાંથી સ્ત્રી અને સ્ત્રીમાંથી પુરુષ બનવા માટેની અરજીઓમાં એકાએક (Sex Change Increased in Ahmedabad) વધારો થયો છે. વર્ષ 2020 અને 2021 દરમિયાન અમદાવાદમાં આવા કિસ્સાઓમાં અચાનક વધારો થયો છે. જેન્ડર ચેન્જ કરાવવા માટે અમદાવાદામાં અઢળક અરજીઓ આવી હતી, જે પૈકી 25ને મંજૂર કરવામાં આવી છે. જ્યારે 2018થી 2021 સુધીમાં 34 અરજીઓ મંજૂર કરાઈ છે.
જો વાત અમદાવાદ સિવિલ હોસ્પિટલની કરીએ તો, સિવિલ દ્વારા બે વર્ષમાં લિંગ પરિવર્તન માટે 25 લોકોને સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલ દ્વારા તમામ ટ્રાન્સ જેન્ડરને ચેક કર્યા બાદ તેમજ તેમના ફેમિલી મેમ્બર સાથે લિંગ પરિવર્તન બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ ના મનોચિકિત્સક વિભાગ ના હેડ ડૉ.મીનાક્ષી પરીખના જણાવ્યા પ્રમાણે હવે જાગૃતિ આવી છે એટલે લોકો ઝડપથી આવી રહ્યા છે. સિવિલ માં પહેલા કરતા લોકો બિન્દાસ આવી ને પોતાની વાત કરે છે.