Home » photogallery » ahmedabad » એક ચપટી વધુ મીઠું નોતરી શકે છે સ્ટ્રોક: જાણો શું ચેતવણી આપી રહ્યાં છે અમદાવાદના ડોક્ટર

એક ચપટી વધુ મીઠું નોતરી શકે છે સ્ટ્રોક: જાણો શું ચેતવણી આપી રહ્યાં છે અમદાવાદના ડોક્ટર

salt and heart attack: આખા દિવસમાં રોજિંદા આહારમાં મીઠુનું પ્રમાણ અંદાજે 2300 મીલીગ્રામ લેવું જોઈએ

  • News18 Gujarati
  • |
  • | Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India

  • 16

    એક ચપટી વધુ મીઠું નોતરી શકે છે સ્ટ્રોક: જાણો શું ચેતવણી આપી રહ્યાં છે અમદાવાદના ડોક્ટર

    સંજય ટાંક, અમદાવાદ: જો આપ ખોરાકમાં મીઠું ઉપયોગમાં લઇ રહ્યા છો તો થઇ જજો સાવધાન. કારણ કે એક ચપટી વધારાનું મીઠું તમારા શરીરમાં નવાનવા રોગોને નોતરી શકે છે.  આખા દિવસમાં રોજિંદા આહારમાં મીઠુનું પ્રમાણ અંદાજે 2300 મીલીગ્રામ મીઠુ લેવું જોઈએ જે સ્ટાન્ડર્ડ લિમિટ છે. તેનાથી વધુ મીઠું આહારમાં લેવું સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. જાણો આહારમાં લેવાતી મીઠાની એક વધારાની ચપટી કેવી કેવી બીમારીઓને આમંત્રણ આપે છે. જેનાથી કેમ ચેતવું જરૂરી છે અને શું કહી રહ્યા છે ડોક્ટર્સ તે પણ જાણીએ.

    MORE
    GALLERIES

  • 26

    એક ચપટી વધુ મીઠું નોતરી શકે છે સ્ટ્રોક: જાણો શું ચેતવણી આપી રહ્યાં છે અમદાવાદના ડોક્ટર

    વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઝેશન દ્વારા ખાસ ચેતવણી જાહેર કરવામાં આવી છે. જેટલું મીઠું વપરાશમાં લેવું જોઇએ તેના કરતા પાંચ ગણુ વધારે મીઠું આપણે રોજબરોજના ઉપયોગમાં લઈ રહ્યાં છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જે માટે અપર લેવલ મીઠાની લિમિટ નક્કી કરાઈ છે તેનાથી વધુ મીઠું આહારમાં લેવું હાનિકારક છે.

    MORE
    GALLERIES

  • 36

    એક ચપટી વધુ મીઠું નોતરી શકે છે સ્ટ્રોક: જાણો શું ચેતવણી આપી રહ્યાં છે અમદાવાદના ડોક્ટર

    આ અંગે સિનિયર ફીજીશિયન અને સ્વામીનારાયણ મેડિકલ કોલેજના એસોસિએટ પ્રોફેસર ડો. પ્રવિણ ગર્ગ જણાવે છે કે, એક્સેસીવ સોલ્ટ એ ઝેર સમાન છે. જે શરીરના દરેક ઓર્ગન પર ધીરે ધીરે અસર કરે છે. વધુ પડતું મીઠું શરીરના દરેક ઓર્ગન પર  અસર કરે છે. ખાસ કરીને બ્રેઈનની વાત કરવામાં આવે તો વધારે પડતા મીઠાના વપરાશથી સતત હેડએક અને સ્ટ્રોક રહેવાની શક્યતા વધી જાય છે.

    MORE
    GALLERIES

  • 46

    એક ચપટી વધુ મીઠું નોતરી શકે છે સ્ટ્રોક: જાણો શું ચેતવણી આપી રહ્યાં છે અમદાવાદના ડોક્ટર

    તેમણે જણાવ્યુ કે, સોલ્ટ ઈન્ટેક વધુ લેવાથી બ્લડ પ્રેશર વધી જાય છે. રક્ત ચાપ વધી જાય છે. જે રક્ત ચાપ હાર્ટના મસલ્સને જાડા કરે છે જેને મેડિકલ ભાષામાં લેફ્ટ વેન્ટીક્યુલર હાઈપોટ્રોફી કહે છે.

    MORE
    GALLERIES

  • 56

    એક ચપટી વધુ મીઠું નોતરી શકે છે સ્ટ્રોક: જાણો શું ચેતવણી આપી રહ્યાં છે અમદાવાદના ડોક્ટર

    તેમણે વધુમાં જણાવ્યુ કે, વધુ પડતુ મીઠુ વપરાશમાં લેવાથી હાર્ટ ફેલીયોર કે હાર્ટ એટેક આવવાની શક્યતા વધી જાય છે. પેટમાં વધુ પડતું મીઠું લેવાથી ક્રોનિક ગેસ આસ્ટ્રાઈટીસ, અલસર અને કેન્સર થવાની શક્યતા વધી જાય છે. કિડનીની વાત કરવામાં આવે તો કીડની પર સોજા અને કિડની સ્ટોન પણ થઈ શકે. વધુ પડતું મીઠું બોડીના નબ્સ અને મસલ્સ પર ડેમેજ કરે છે. બોન્સમાં પણ કેલ્શિયમ ઓછુ થવાથી ઓસ્ટીયો પોરોસિસની પોસિબ્લિટી વધી જાય છે.

    MORE
    GALLERIES

  • 66

    એક ચપટી વધુ મીઠું નોતરી શકે છે સ્ટ્રોક: જાણો શું ચેતવણી આપી રહ્યાં છે અમદાવાદના ડોક્ટર

    તેમણે સલાહ આપતા જણાવ્યું કે, એસેસિવ સોલ્ટનો ઉપયોગ ન કરવો જોઈએ, સલાડ જ્યારે ખાવ ત્યારે ઉપરથી મીઠું ન નાખવું જોઈએ. એક્સેસીવ મીઠું દરેક ઉંમરના લોકોને અસર કરે છે તેમાંય ખાસ કરીને વૃદ્ધો, સગર્ભા સ્ત્રીઓને પણ વધારે પડતા મીઠાના વપરાશથી દુર રહેવું જોઈએ.

    MORE
    GALLERIES