વિભુ પટેલ, અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે (PM Modi Gujarat visit) છે ત્યારે વિવિધ યોજનાનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. જેમાં 1,600 કરોડના ખર્ચે ગુજરાતના વિવિધ રેલવે વિભાગ (Indian Railway)ના લોકાર્પણ અને ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. જેમાં સાબરમતી રેલવે સ્ટેશનના રી-ડેવલોપમેન્ટ (Sabarmati Railway station)નો પણ સમાવેશ થાય છે. અંદાજે 350 કરોડના ખર્ચે રેલવે સ્ટેશનનું રી-ડેવલોપમેન્ટ (Sabarmati railway station re-development work) કરવામાં આવશે. સાબરમતી ધરમનગર અને બીજી બાજુના સાબરમતી જેલ (Sabarmati Jail) તરફના સ્ટેશનને જોડી દેવામાં આવશે. સાબરમતી રેલવે સ્ટેશનના રી-ડેવલોપમેન્ટથી મુસાફરોની સુવિધામાં વધારો થશે.
રી-ડેવલપમેન્ટ હેઠળ સાબરમતી રેલવે સ્ટેશનની કાયાપલટ કરવામાં આવશે. હાલ સાબરમતી રેલવે સ્ટેશન પર બે ભાગમાં છે. આ બંને સ્ટેશનને જોડવામાં આવશે. તેમજ સ્કાયવોક દ્વારા તમામ 6 સ્ટેશનો (રેલવે એચએસઆર અને મેટ્રો)નું એકીકરણ કરાશે. મુસાફરોના પ્રસ્થાન અને આગમનનું પૃથ્થકરણ કરવામાં આવશે. સાબરમતી ખાતે એરસ્પેસ કોન્કોર્સનું બાંધકામ કરવામાં આવશે. તેમજ ફૂટ ઓવર બ્રિજ, સાબરમતી અને SBT ખાતે નવા સ્ટેશન બિલ્ડિંગ બનશે. પેસેન્જર હોલ્ડિંગ એરિયા, હાલના સ્ટેશન બિલ્ડિંગનું રેટ્રોફિટીંગ તેમજ 100% હેન્ડીકેપ ફ્રેન્ડલી ફીચર્સથી તૈયાર કરાશે.
સાબરમતી રેલવે સ્ટેશન પર લિફ્ટ્સ, એસ્કેલેટર, સીડી તેમજ દિવ્યાંગો માટે રેમ્પ તૈયાર કરાશે. મલ્ટી મોડલ ઈન્ટીગ્રેશન-આઈપીટી, પબ્લિક ટ્રાન્સપોર્ટ, હાઈ સ્પીડ રેલ, મેટ્રો અને પેડેસ્ટ્રિયન કનેક્ટિવિટી જેવા તમામ મોડને કનેક્ટ કરવામાં આવશે. સાથે જ ડ્રોપ અને પિક-અપ પોઈન્ટ અને વાહનો માટે પાર્કિંગ સુવિધા બનાવવામાં આવશે. ઊર્જા, પાણી અને અન્ય સંસાધનોનો વિશેષ સુવિધાનું નવીનીકરણ કરાશે. તેમજ ઉર્જા વગેરેનો ઉપયોગ સાથે ગ્રીન બિલ્ડિંગ સુવિધાઓ ઊભી કરાશે.
સાબરમતી રેલવે સ્ટેશનનું રી-ડેવલોપમેન્ટ કરી કાલુપુર રેલવે સ્ટેશનનું ટ્રાફિક ઘટાડવા માટેનો પ્રયાસ કરવામાં આવશે. કાલુપુર રેલવે સ્ટેશન પર રોજે રોજ પ્રવાસીઓનો ટ્રાફિક વધી રહ્યો છે. સાબરમતી રેલવે સ્ટેશન પરથી ઉત્તર ભારત તરફની ટ્રેનોનું સંચાલન કરવાનું આયોજન કરી રહ્યા છે. જેથી ઉત્તર ભારત તરફ જતા પ્રવાસીઓને કાલુપુર રેલવે સ્ટેશન સુધી આવવું નહિ પડે તેમજ સારી સુવિધા મળી રહેશે. સાબરમતી રેલવે સ્ટેશન પરથી આવનાર દિવસોમાં બુલેટ ટ્રેન, મેટ્રો ટ્રેન અને સામાન્ય ટ્રેન પણ મળશે.