Home » photogallery » ahmedabad » અમદાવાદ: સાબરમતી જેલના કેદીઓ માટે શરૂ કરાયો 'રેડિયો પ્રિઝન'- જાણો શું છે નવો પ્રોજેકટ

અમદાવાદ: સાબરમતી જેલના કેદીઓ માટે શરૂ કરાયો 'રેડિયો પ્રિઝન'- જાણો શું છે નવો પ્રોજેકટ

જેલમાં રહેલા કેદીઓને આવકારવા તથા તેઓ સજા પૂરી કરીને જાય ત્યારે તેઓને સન્માન આપી તેઓની કહાની પણ રેડિયોમાં રજૂ કરવામાં આવશે.

  • 16

    અમદાવાદ: સાબરમતી જેલના કેદીઓ માટે શરૂ કરાયો 'રેડિયો પ્રિઝન'- જાણો શું છે નવો પ્રોજેકટ

    હર્મેશ સુખડિયા,  અમદાવાદ: કોરોના સમયે લૉકડાઉન (Lockdown)માં લોકો ઘરમાં પુરાઈ રહીને કંટાળ્યા હતા. ત્યારે જેલમાં રહેલા કેદીઓની શું હાલત થઈ હશે? આ જ વિચારોને લઈને જેલ દ્વારા પહેલી વાર 'રેડિયો પ્રિઝન' (Radio Prison) નામથી રેડિયો સ્ટેશન શરૂ કરાયું. જેમાં કેદી (Prisoner)ઓ રેડીઓ જોકી બનીને બંદીવાન ભાઈઓ અને બહેનોને મનોરંજન આપશે. 'રેડિયો પ્રિઝન'ની શરૂઆત આજે એટલે કે ગાંધી જયંતિ (Gandhi Jayanti)ના દિવસથી થઈ છે. જેલમાં રહેલા કેદીઓને આવકારવા તથા તેઓ સજા પૂરી કરીને જાય ત્યારે તેઓને સન્માન આપી તેઓની કહાની પણ રેડિયોમાં રજૂ કરવામાં આવશે.

    MORE
    GALLERIES

  • 26

    અમદાવાદ: સાબરમતી જેલના કેદીઓ માટે શરૂ કરાયો 'રેડિયો પ્રિઝન'- જાણો શું છે નવો પ્રોજેકટ

    ગાંધી જ્યંતિ નિમિત્તે સમગ્ર રાજયમાં પ્રથમ વખત એક નવતર પ્રયોગના ભાગરુપે અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે બંદીવાન ભાઇઓને જેલમાં મનોરંજન મળી રહે તેમજ તેઓ જેલનાં બંધ વાતાવરણમાં માનસિક તણાવથી દૂર રહી શકે તે માટે ગુજરાત જેલ વિભાગે તેમના દ્વારા જ સંચાલિત ‘રેડિયો પ્રિઝન' સ્ટેશનની શરૂઆત કરી છે. જેનો હેતુ છે કે બંદીવાનોને ઉપયોગી શૈક્ષણિક, કાયદાકીય અને સ્વાસ્થ્ય સંબંધી માહિતી જેલમાંથી જ મળી શકે તેવો છે.

    MORE
    GALLERIES

  • 36

    અમદાવાદ: સાબરમતી જેલના કેદીઓ માટે શરૂ કરાયો 'રેડિયો પ્રિઝન'- જાણો શું છે નવો પ્રોજેકટ

    આ રેડિયો સ્ટેશન માત્ર જેલ પૂરતું જ હશે. જેમાં કેદીઓ પોતાની આગવી કળા, જીવનના સંઘર્ષ અને પોતાના વિચારો રજૂ કરી શકશે. આ નવતર પ્રયોગથી જેલના કેદીઓમાં ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો હતો. કેદી મહેન્દ્ર પ્રજાપતિએ આર.જે.ની તાલીમ લેતા કહ્યું કે, હવે તે આર.જે. મહિમ તરીકે લોકોને પોતાનામાં રહેલી આગવી કળા પહોંચાડશે. તેમનામાં રહેલા સારા ગુણો તે લોકો સુધી પહોંચાડશે.

    MORE
    GALLERIES

  • 46

    અમદાવાદ: સાબરમતી જેલના કેદીઓ માટે શરૂ કરાયો 'રેડિયો પ્રિઝન'- જાણો શું છે નવો પ્રોજેકટ

    જેલના વડા ડૉક્ટર કે.એલ.એન.રાવે જણાવ્યું કે સાબરમતી સેન્ટ્રલ જેલમાં 10 જેટલા કેદીઓ રેડીઓ જોકી બન્યા છે.  હાલમાં આર.જે. પાસે કેદીઓને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. ત્યાર બાદ કેદીઓ દ્વારા જ સમગ્ર રેડિયો સ્ટેશનનું સંચાલન કરવામાં આવશે. સવારે 8થી 12 અને સાંજે 3થી 6 વાગ્યા સુધી આ રેડિયો સ્ટેશનનું સંચાલન કરવામાં આવશે. આ સ્ટેશનમાં રેડિયો માટે જરૂરી તમામ અત્યાધુનિક સાધનો મંગાવાયા છે. પ્રાયોગિક ધોરણે અહીં આ પ્રોજેક્ટ મૂકાયો છે. જો તે સફળ રહેશે તો બાદમાં ગુજરાતની અન્ય 28 જેલોમાં પણ તેને લાગુ કરવામાં આવશે. મહત્ત્વનું છે કે જેલમાં 3 હજાર કેદીઓ છે, આ નવતર પ્રયોગથી તેમના જીવનના વિકાસના ઘડતરમાં નવી દિશા મળશે. 

    MORE
    GALLERIES

  • 56

  • 66

    અમદાવાદ: સાબરમતી જેલના કેદીઓ માટે શરૂ કરાયો 'રેડિયો પ્રિઝન'- જાણો શું છે નવો પ્રોજેકટ

    'જેલમાં રહેલા કેદીઓને આવકારવા તથા તેઓ સજા પૂરી કરીને જાય ત્યારે તેઓને સન્માન આપી તેઓની કહાની પણ રેડિયોમાં રજૂ કરાશે,' તેવું 20 દિવસમાં આ તમામ તૈયારીઓ કરનારા ડીવાયએસપી ડી.વી. રાણાએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે જેલ તંત્ર દ્વારા જેલના કેદીઓ દ્વારા બનાવામાં આવતા ભજીયાને પણ અદ્ભૂત સફળતા મળી હતી. હવે જેલના ભજીયા માટે લોજ અને રેસ્ટોરન્ટ સ્ટ્રક્ચર પણ શરૂ કરવામાં આવશે. ભજીયા હાઉસથી જેલને વર્ષમાં એક કરોડ રૂપિયાની આવક થાય છે.

    MORE
    GALLERIES