Home » photogallery » ahmedabad » અમદાવાદઃ પ્રેમીને પામવા યુવતી એકલી રેલવે સ્ટેશન પર જ્યોતિષને મળવા ગઈ અને ભયંકર અનુભવ થયો

અમદાવાદઃ પ્રેમીને પામવા યુવતી એકલી રેલવે સ્ટેશન પર જ્યોતિષને મળવા ગઈ અને ભયંકર અનુભવ થયો

Sabarmati Police, Ahmedabad: અમદાવાદમાં પ્રેમ સંબંધો તૂટ્યા બાદ પણ બોયફ્રેન્ડને પામવા માટે યુવતીએ ઈન્સ્ટાગ્રામ પર મળેલા જ્યોતિષની મદદ લીધી હતી. યુવતી એકલી જ્યોતિષને મળવા માટે સાબરમતી રેલવે સ્ટેશન પહોંચી હતી, જ્યાં તેને કડવો અનુભવ થયો છે.

  • News18 Gujarati
  • |
  • | Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India

  • 16

    અમદાવાદઃ પ્રેમીને પામવા યુવતી એકલી રેલવે સ્ટેશન પર જ્યોતિષને મળવા ગઈ અને ભયંકર અનુભવ થયો

    હર્મેશ સુખડિયા, અમદાવાદ: શહેરમાં રહેતી એક યુવતી સાથે ઠગાઈ થઈ હોવાની ઘટના સામે આવી છે.  આરોપી રાણાભાઈ નામના જ્યોતિષે વિધિ કરવાના બહાને ફરિયાદીને વિશ્વાસમાં લઈને ઠગાઈ કરી છે. જ્યોતિષે વિધિના નામે 80 હજારના સોનાના દાગીના લઆને ફરાર થઈ ગયો છે. આ કિસ્સો શહેરના સાબરમતી વિસ્તારમાં બન્યો છે કે જેમાં યુવતીએ ઈન્સ્ટાગ્રામ પરથી જ્યોતિષ સાથે મુલાકાત કરીને પોતાના પર આવી પડેલી મુશ્કેલીનું સમાધાન લાવવા માટે સંપર્ક કર્યો હતો. જેમાં જ્યોતિષે વિધિ કરવાની વાત કરીને રૂપિયા પડાવ્યા છે.

    MORE
    GALLERIES

  • 26

    અમદાવાદઃ પ્રેમીને પામવા યુવતી એકલી રેલવે સ્ટેશન પર જ્યોતિષને મળવા ગઈ અને ભયંકર અનુભવ થયો

    શહેરના સાબરમતીમાં 21 વર્ષીય યુવતી પરિવાર સાથે રહે છે  અને એક દવાની કંપનીમાં સેલ્સનું કામકાજ કરે છે.  આ સાથે જ આ યુવતી અભ્યાસ પણ કરે છે. પોતાની કંપનીમાં નોકરી કરતા યુવક સાથે યુવતીનો પરિચયત થયો હતો અને પછી તેમની મિત્રતા પ્રેમસંબંધમાં પરિણમી હતી. બાદમાં બંને અવાર-નવાર એકબીજાને મળતા અને વાતચીત કરતા હતા. કોઇ કારણસર બંને વચ્ચે મનદુઃખ થતા બ્રેકઅપ થયું હતું.  પરંતુ યુવતી આ યુવકને ખુબ પ્રેમ કરતી હોવાથી પ્રેમી સાથે વાત કરવા માંગતી હતી.

    MORE
    GALLERIES

  • 36

    અમદાવાદઃ પ્રેમીને પામવા યુવતી એકલી રેલવે સ્ટેશન પર જ્યોતિષને મળવા ગઈ અને ભયંકર અનુભવ થયો

    આ દરમ્યાન એકાદ માસ પહેલા ઈન્સ્ટાગ્રામ ઉપર જ્યોતિષ રાણાભાઇની સાથે પરિચય થયો હતો.  આ જ્યોતિષએ તેનો મોબાઇલ નંબર આપી શાસ્ત્રીનગર રહેતો હોવાનું જણાવી જ્યોતિષ વિધિમાં જાણકાર હોવાનું કહી વાતચીત કરતો હતો.  યુવતીએ ફરિયાદી યુવતીને જણાવ્યું કે તેનો એક યુવક સાથે સંબંધ હતો અને તેને ખુબ જ પ્રેમ કરતી હતી પરંતુ તે કોઇ કારણોસર બ્રેકઅપ થઇ ગયું હતું.  જેથી તે યુવતીને તેની સાથે સબંધ રાખવો છે અને બન્ને વચ્ચે સારૂ થઇ જાય તેવુ કંઈ કરવું છે તેવી વાત જ્યોતિષને કરી હતી.

    MORE
    GALLERIES

  • 46

    અમદાવાદઃ પ્રેમીને પામવા યુવતી એકલી રેલવે સ્ટેશન પર જ્યોતિષને મળવા ગઈ અને ભયંકર અનુભવ થયો

    આ સાંભળીને રાણાભાઇ જ્યોતિષે યુવતીને વાતચીત કરીને વિશ્વાસ કેળવ્યો હતો. યુવતીની સમસ્યા જાણ્યા બાદ જ્યોતિષે યુવતીને જણાવ્યું કે, તમારે બધું સારું કરવું હોય તો સોનાની વસ્તુમાં વિધિ કરવી પડશે. પોતાનો પ્રેમ પામવા માટે યુવતી જ્યોતિષની વાતોમાં આવી ગઈ અને વિધિ કરાવવા માટે તૈયાર થઈ ગઈ હતી.

    MORE
    GALLERIES

  • 56

    અમદાવાદઃ પ્રેમીને પામવા યુવતી એકલી રેલવે સ્ટેશન પર જ્યોતિષને મળવા ગઈ અને ભયંકર અનુભવ થયો

    રાણાભાઇએ અમદાવાદ સાબરમતી રેલવે સ્ટેશનની સામે ફોન કરી યુવતીને બોલાવી હતી.  ત્યાં યુવતી એકલી ગઈ અને આ રાણાભાઇ જ્યોતિષ મળી હતી અને વિધિ બાબતે વાતચીત કરી મને વિશ્વાસ અને ભરોસામાં લઇ યુવતી પાસેથી સોનાનુ હાથમાં પહેરવાનુ બ્રેસ્લેટ તથા લક્કી તથા સોનાની ચેન મળીને 80 હજાર રૂપિયાના દાગીના લઈને એક કલાકની વિધિ કરવાની વાત કરી હતી.

    MORE
    GALLERIES

  • 66

    અમદાવાદઃ પ્રેમીને પામવા યુવતી એકલી રેલવે સ્ટેશન પર જ્યોતિષને મળવા ગઈ અને ભયંકર અનુભવ થયો

    એકાદ કલાકમાં વિધિ પૂર્ણ કરી ફરિયાદીના દાગીના પરત આપવાની વાત જ્યોતિષે કરી હતી. બાદમાં આ રાણાભાઇ જ્યોતિષ પરત ન આવતા યુવતીએ ફોન કરેલ પરંતુ તેઓ હાલમાં વિધિ ચાલુ છે વિધિ પૂર્ણ થશે ત્યારે તમારા દાગીના પરત આપી દઈશ તેમ કહી બહાના બતાવી સોનાના દાગીના પરત આપ્યા નહોતા. અંતમાં યુવતીને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું જણાતા આ મામલે ફરિયાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ શરુ કરી છે.

    MORE
    GALLERIES