અમદાવાદઃ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઇમથકના (Ahmedabad International Airport) સાડા ત્રણ કિલોમીટરના રન વેનું કામ પૂર્ણ થઈ ગયું છે. અને 15 એપ્રિલ થી 24 કલાક રનવે ધમધમ તો થઈ જશે. અદાણી સમૂહ (Adani Group) દ્વારા સંચાલિત અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ આંતર રાષ્ટ્રીય વિમાની મથકમાં સાડા ત્રણ કિ.મી.લાંબા રનવેના રીકાર્પેટીંગની કામગીરી માત્ર 75 દિવસના વિક્રમજનક ગાળામાં પૂર્ણ કરી છે. આ સમયગાળો ભારતના સમગ્ર બ્રાઉન ફિલ્ડ રનવેમાં સર્વશ્રેષ્ઠ છે.
અમદાવાદનું સરદાર વલ્લભભાઇ પટેલ આંતર રાષ્ટ્રીય વિમાની મથક કોવિડના સમય પૂર્વે રોજની 200 ફ્લાઇટની અવરજવરથી ધમધમતું ગુજરાતનું સૌથી વ્યસ્ત હવાઈ મથક છે. રનવેના રીકાર્પેટીંગની કામગીરી ફક્ત નવ કલાકના નોટીસ ટુ એરમેન નો ઉપયોગ કરી પ્રોજેકટને પૂર્ણ કરવાં માટે માત્ર 75 દિવસ લીધા.જેમાં 9 કલાક રન વેનું કામ ચાલે અને 15 કલાક 160 ફ્લાઈટનું ટેક ઓફ લેન્ડિંગ માટે ખુલો રહેતો હતો.
પરંતુ કંપનીની માળખાકીય કામકાજના અનુભવની ક્ષમતા અને તેમાં નિરંતર સુધારા કરવાના પ્રયાસો તેમજ પ્રવાસી જનતાને હાલાકી ઓછી પડે તે બાબતને ટોચની અગ્રતા આપીને 200 દિવસના લક્ષ્યને ઘટાડી માત્ર 75 દિવસમાં કામપૂર્ણ કર્યું છે. અમદાવાદ એરપોર્ટના રન વેના કામ માટે 600 કર્મચારીઓ અને 200 જેટલા અતિ આધુનિક મશીનના સહયોગથી રન વેનું કામપૂર્ણ થયું છે અને 24 કલાક હવે અમદાવાદ એરપોર્ટ પરથી ફ્લાઇટ મળશે.
અદાણી એરપોર્ટ હોલ્ડિંગ લીમિટેડ દ્વારા એરપોર્ટનું કામ સાંભળ્યું ત્યારે રન વેની ગુણવત્ત ઉચ્ચ ધોરણને અનુરૂપ ન હતી.તેમજ ડ્રેનેજ રનવેને અવરોધક હોવાનું ધ્યાન આવતા જ.રન વે રીકાર્પેટિંગનો પ્રોજેકટ હાથમાં લીધો હતો. અને માત્ર 75 દિવસમાં રન વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. સાડા ત્રણ કિલોમીટરના રન વે ચોમાસા પાણી ભરાવવાની સમસ્યા નહિ રહે.કારણ કે રન વેના માપદંડ અને ગુણવત્તા ઉપર ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.