વિભુ પટેલ, અમદાવાદ : જીવન જીવવા માટે રોટી, કપડાં, મકાન જરૂરી છે. પરંતુ જમાલપુરની રોટી બજાર કે જ્યાંથી રોટલીઓ વેચાય તો રોટલી ખાય શકે છે પણ કોરોનાના કારણે રોટી બજાર ઉપર મોટી અસર પહોંચી છે. અમદાવાદ જમાલપુર વિસ્તારની રોટી બજારમાં આખા વિસ્તારની 100 જેટલી મહિલાઓ રોટલીનો બિઝનેસ કરે છે. તે રોટલીઓ વેચીને ગુજરાન ચલાવે છે. કોરોના પહેલા તો આખા દિવસમા એક મહિલા 1500 વધુ રોટલી બનાવતી હતી. જેને હોટલ, ધાબા, લારીમાંથી રોટલીના ઓર્ડર મળતા હતા. તેમજ છૂટક પણ લોકો રોટલી લઈ જતા હતા પરંતુ કોરોનાના કહેરે રોટલી બજારની રોટલીનો કોળીઓ છીનવી લીધો છે.
જમાલપુર વિસ્તારમાં રહેતા અને રોટલીનો બિઝનેસ કરતા રઝિયાબેને ન્યૂઝ 18 સાથે વાત કરતા જણાવ્યું હતું કે કોરોના કારણે લોકો રોટલી લેવા આવતા નથી. તેમજ 9 વાગ્યા બાદ લારી, હોટલ, ધાબા બધું બંધ થઈ જાય છે. જેના કારણે મોટા ઓર્ડર પણ મળતા નથી. અત્યારે માત્ર બપોરના સમયે રોટલી જોઈએ તે લઈ જાય છે. એક રોટલીના અઢી રૂપિયા ભાવ છે. દિવસેને દિવસે લોટ, ગેસના ભાવ વધી રહ્યા છે. અત્યારે પરિવારનું ગુજરાન કરવું મુશ્કેલ બની રહ્યું છે.
જમાલપુરમાં રોટલી બનાવતા સૂફીયાબેને ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે જમાલપુર વિસ્તારની મહિલાઓ રોટલી બનાવીને બીજાનો પેટનો ખાડો પુરી શકે છે પરંતુ પોતાના પેટનો ખાડો ત્યારે પુરાય છે કે જ્યારે રોટલી વેચાય તો રોટલી ખાય શકે છે. આ રોટલીનો બિઝનેસ કરે છે અને તેના પર પરિવારનું ગુજરાત ચાલે છે.