Home » photogallery » ahmedabad » Rain with snow fall in Ahmedabad: અમદાવાદના એસપી રીંગ રોડ પર કરા સાથે વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી

Rain with snow fall in Ahmedabad: અમદાવાદના એસપી રીંગ રોડ પર કરા સાથે વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી

Rain with snow fall in Ahmedabad: અમદાવાદના એસપી રીંગ રોડ પર કરા સાથે વરસાદ. હાથીજણ સર્કલ રોડ પર પડ્યા કરા. આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ

विज्ञापन

  • 15

    Rain with snow fall in Ahmedabad: અમદાવાદના એસપી રીંગ રોડ પર કરા સાથે વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી

    અમદાવાદ: ગઇકાલે મોડીરાતથી જ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. મોડીરાતથી જ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. જે બાજે આજે શનિવારે બપોરે અમદાવાદ શહેરમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. શહેરના નારોલ, અસલાલી, લાંભા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ત્યારે શહેરના એસપી રીંગ રોડ પર કરા સાથે વરસાદ પડ્યો છે. હાથીજણ સર્કલ રોડ પર કરા પડ્યા છે. સાથે જ આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે.

    MORE
    GALLERIES

  • 25

    Rain with snow fall in Ahmedabad: અમદાવાદના એસપી રીંગ રોડ પર કરા સાથે વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી

    અમદાવાદની જેમ જ અમરેલીના બગસરા પંથકનાં અનેક ગામોમાં કમોસમી વરસાદી ઝાપટાં પડ્યા છે. ઉપરાંત અહીં બગસરાના હામાપૂરમાં કરા પડ્યા છે. કરા પડવાની સાથે હામાપૂરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. બગસરાના સમઢિયાળામાં પણ કમોસમી વરસાદી ઝાપટું પડ્યું છે. હામાપુર ગામમાં ચોમાસા જેવો ધોધમાર વરસાદ ખાબક્યો છે. હામાપુર વિસ્તારમાં ખેતીપાકોને વ્યાપક નુકશાન થવાની ભીતિ છે.

    MORE
    GALLERIES

  • 35

    Rain with snow fall in Ahmedabad: અમદાવાદના એસપી રીંગ રોડ પર કરા સાથે વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી

    અમદાવાદના ઘણા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. બપોરે શહરેના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. વટવા, નારોલ, લાંભા, રામોલ, મણીનગરમાં વરસાદ પડ્યો છે. ઈસનપુરમાં બપોરે માવઠું પડ્યું છે. આજે સવારથી ધૂમ્મસભર્યું વાતાવરણ હતું, ત્યારે બપોરે વરસાદ ખાબક્યો છે. બીજી બાજુ, ઈસનપુરમાં સમૂહલગ્ન દરમિયાન વરસાદ થતા દોડધામ મચી હતી. સવારથી સુસવાટાભર્યા પવન વચ્ચે બપોરે કમોસમી વરસાદ પડ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે.

    MORE
    GALLERIES

  • 45

    Rain with snow fall in Ahmedabad: અમદાવાદના એસપી રીંગ રોડ પર કરા સાથે વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી

    રાજ્યના ભરશિયાળે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ગત મોડીરાતથી જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં આગાહી વચ્ચે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યમાં સુરત, ભાવનગર, ભરૂચમાં મોડીરાત્રે માવઠું થયું છે. સાથે જ આ સવારે વડોદરાના કેટલાક વિસ્તારો, પંચમહાલ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. આવામાં ભરશિયાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા છે. કમોસમી વરસાદ થતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. ખેતરમાં ડાંગર, બાજરી સહિત અનેક પાકોને નુકસાન થવાની શક્યતા જણાઈ રહી છે.

    MORE
    GALLERIES

  • 55

    Rain with snow fall in Ahmedabad: અમદાવાદના એસપી રીંગ રોડ પર કરા સાથે વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી

    રાજયમાં કમોસમી વરસાદ-માવઠા તેમજ વાદળછાયા વાતાવરણની શક્યતા વચ્ચે આજે વહેલી સવારે કમોસમી વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, રાજયમાં કમોસમી વરસાદ-માવઠા તેમજ વાદળછાયા વાતાવરણની શક્યતા છે. કમોસમી માવઠાને કારણે વાતાવરણ ભેજવાળું તેમજ વાદળછાયું પણ જોવા મળ્યું છે.

    MORE
    GALLERIES