Home » photogallery » ahmedabad » રાજ્યમાં ક્યાં કેવો વરસાદ : પંચમહાલ 4 કલાકમાં 3 ઈંચ, છોટાઉદેપુરમાં 6 કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો

રાજ્યમાં ક્યાં કેવો વરસાદ : પંચમહાલ 4 કલાકમાં 3 ઈંચ, છોટાઉદેપુરમાં 6 કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો

રાજ્યમાં વરસાદની આગાહી પ્રમાણે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર સહિત ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે.

विज्ञापन

  • 110

    રાજ્યમાં ક્યાં કેવો વરસાદ : પંચમહાલ 4 કલાકમાં 3 ઈંચ, છોટાઉદેપુરમાં 6 કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો

    અમદાવાદ : રાજ્યમાં વરસાદની આગાહી પ્રમાણે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર સહિત ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે. અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. ક્યાંક વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે તો ક્યાંક નદી નાળામાં પાણી ભરાયા છે. વરસાદને પગલે ખેતીના પાકને નવજીવન મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તો જોઈએ ક્યાં કેવો વરસાદી માહોલ સર્જાયો છે. 

    MORE
    GALLERIES

  • 210

    રાજ્યમાં ક્યાં કેવો વરસાદ : પંચમહાલ 4 કલાકમાં 3 ઈંચ, છોટાઉદેપુરમાં 6 કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો

    રાજેશ જોશી, પંચમહાલ : સૌપ્રથમ પંચમહાલ જિલ્લાની વાત કરીએ તો, પંચમહાલ જિલ્લાના હાલોલમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. હાલોલના ધોઘંબામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. હાલોલમાં 4 કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેને પગલે હાલોલ પાણી-પાણી થઈ ગયું છે. હાલોલ નગરની પાવાગઢ રોડ અને બાદશાહ બાવાની દરગાહ પાસે પાણી ભરાઈ ગયા છે. ઘોઘંબામાં પણ એક ઈંચ વરસાદ ખાબક્યો છે. વરસાદને પગલે નદી નાળામાં પાણી આવતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તો ઘોઘમ્બાના વાવ ગામે આકાશી વીજળી પડી હતી જેમાં બે બકરાના મોત થયા છે. એક આધેડ પણ ઈજાગ્રસ્ત થયા છે.

    MORE
    GALLERIES

  • 310

    રાજ્યમાં ક્યાં કેવો વરસાદ : પંચમહાલ 4 કલાકમાં 3 ઈંચ, છોટાઉદેપુરમાં 6 કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો

    સેહજાબ ખત્રી, છોટાઉદેપુર : તો છોટાઉદેપુરમાં પણ મેઘરાજાએ મહેર કરી છે. જિલ્લાના ક્વાંટમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. નસવાડીમાં લોકોના ઘરોમાં પાણી ફરી વળતા તમામ ઘરવખરી પલળી જતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી બાજુ નસવાડી રોડ પરના નીચાણવાળા વિસ્તારના ઘરોમાં પાણી ભરાઇ ગયા છે અને ઘરોમાં પાણી ભરાતા ઘરના સામાનને નુકસાન પહોંચ્યું છે. ઘરમાં વરસાદી પાણી ઘૂસી જતા સ્થાનિકો મુશ્કેલીમાં મૂકાયા છે. છોટાઉદેપુર જિલ્લામાં થયેલા 91 ટકા જેટલાં વરસાદના પગલે જિલ્લામાં સમાવિષ્ટ 13 સિંચાઈ તળાવો પૈકી 7 તળાવો 100 ટકા ભરાયા છે. જેને લઈ વરસાદી ખેતી તેમજ રવિ પાક લેતાં ખેડૂતો માટે સારા સમાચાર મળી રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 410

    રાજ્યમાં ક્યાં કેવો વરસાદ : પંચમહાલ 4 કલાકમાં 3 ઈંચ, છોટાઉદેપુરમાં 6 કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો

    સબિર ભાભોર, દાહોદ : આ બાજુ દાહોદ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. જિલ્લાના અનેક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે. જિલ્લાના દાહોદ શહેર, ગરબાડા, લીમડી, પીપલોદ તથા આસપાસના અન્ય ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. હજુ પણ દાહોદ જિલ્લાના ખેડૂતો વરસાદની ગંભીરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે, વરસાદી વાતાવરણના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

    MORE
    GALLERIES

  • 510

    રાજ્યમાં ક્યાં કેવો વરસાદ : પંચમહાલ 4 કલાકમાં 3 ઈંચ, છોટાઉદેપુરમાં 6 કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો

    મિતેશ ભાટિયા, મહિસાગર : મહીસાગરની વાત કરીએ તો, અહીં લુણાવાડા પંથકમાં વરસાદ વરસ્યો છે. જ્યારે જિલ્લાભરમાં વરસાદી માહોલ છવાયો છે. જિલ્લાના અનેક વિસ્તારમાં ભારે ગાજવીજ થઈ રહ્યા છે. જિલ્લાના અનેક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના કડાણા ડેમમાં સતત પાણીની આવકમાં વધારો હોવાથી હાઈ એલર્ટ સ્ટેજમાં પહોંચી ગયો છે. ઉપરવાસમાં પડેલ વરસાદને લઈ ડેમની જળસપાટીમાં સતત વધારો થયો છે. કડાણા ડેમમાં 90 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો, કડાણા ડેમમાં હાલ પાણીની આવક 25000 ક્યુસેક નોંધાઈ, ડેમની હાલની જળ સપાટી 415.6 ફૂટે પહોંચી ગઈ છે. ડેમની જળસપાટી હાલના રુલ લેવલને નજીક પહોંચી. સતત આવકના પગલે આવનાર દિવસોમાં પાણી છોડવાની સંભાવના, જેને લઈને મહીસાગર અને પંચમહાલના 118 ગામોને એલર્ટ કરાયા છે. ડેમની ભયજનક સપાટી 419 ફૂટ જ્યારે હાલનું રુલ લેવલ 416 ફૂટ છે.

    MORE
    GALLERIES

  • 610

    રાજ્યમાં ક્યાં કેવો વરસાદ : પંચમહાલ 4 કલાકમાં 3 ઈંચ, છોટાઉદેપુરમાં 6 કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો

    કિંજલ કરસરિયા, જામનગર : તો સૌરાષ્ટ્રમાં ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં બે દીવસના વિરામ બાદ મેઘરાજા ની પધરામણી થઈ છે. વીંજલપર, કેશોદ સહિતના ગ્રામ્ય પંથકમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ભારે ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. ખેડૂતોના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

    MORE
    GALLERIES

  • 710

    રાજ્યમાં ક્યાં કેવો વરસાદ : પંચમહાલ 4 કલાકમાં 3 ઈંચ, છોટાઉદેપુરમાં 6 કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો

    અતુલ જોશી, મોરબી : આ બીજુ મોરબી મોરબી અને આસપાસના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. મોરબી શહેર અને આસપાસમાં વિસ્તારોમાં વરસાદ શરૂ થતા વાતાવરણ ઠંડક ભર્યુ થઈ ગયું છે. મોરબીના ઘુંટુ, લાલપર, મહેન્દ્રનગરમાં વરસાદ સારો જોવા મળી રહ્યો છે. મોરબી શહેરમાં સાવસર પ્લોટ, શનાળા રોડ, નવા બસ સ્ટેન્ડ, કલેક્ટર કચેરી સહિતના વિસ્તારોમાં વિજલીમાં કડાકા સાથે વરસાદ શરૂ થયો હતો.

    MORE
    GALLERIES

  • 810

    રાજ્યમાં ક્યાં કેવો વરસાદ : પંચમહાલ 4 કલાકમાં 3 ઈંચ, છોટાઉદેપુરમાં 6 કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો

    હાર્દિક પટેલ, અરવલ્લી : જો ઉત્તર ગુજરાતમાં પ્રથમ અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો, જિલ્લાના મોડાસા શહેરમાં ધોધમાર વરસાદને પગલે શહેર જાણે પાણીમાં ગરકાવ થઈ ગયું છે. એક જ કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકી પડતા ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. મોડાસા ચાર રસ્તા, મેઘરજ રોડ સહિત નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાતા રાહદારીઓ તેમજ વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જિલ્લાના તમામ શહેર ગામમાં વરસાદ જોવા મળ્યો છે. મોડાસા, શામળાજી, ભિલોડામાં પણ ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. સરડોઇમાં એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ જોવા મળ્યો છે. ગામની ગલીઓમાં નદીઓ જેવું ઘોડાપુર સર્જાયું હતું, તો ઉમેદપુર, દધાલિયા પંથકમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. ગ્રામીણ પંથકમાં ૧ થી ૩ ઇંચ વરસાદ નોંધાયો છે. ધમાકેદાર વરસાદથી જિલ્લાની ખેતીવાડીને વ્યાપક ફાયદો થશે.

    MORE
    GALLERIES

  • 910

    રાજ્યમાં ક્યાં કેવો વરસાદ : પંચમહાલ 4 કલાકમાં 3 ઈંચ, છોટાઉદેપુરમાં 6 કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો

    અશરફખાન, પાટણ : જો પાટણ જિલ્લાની વાત કરીએ તો, જિલ્લાના ત્રણે તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. પાટણ જિલ્લામાં એક દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ સર્જાયો હતો. પાટણ અને સિદ્ધપુરમાં સવારથી જ કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદનું આગમન થયું છે. પાટણ - કમલીવાડા - રાજપુર - હાજીપૂર - હાસાપુર - સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધીમીધારે વરસાદ ચાલુ થયો હતો. સિદ્ધપુરમાં વહેલી સવારે ધોધમાર વરસાદી ઝાપટું પડતા સવારથી જ ઠંડક પ્રસરી ગઈ છે. સિદ્ધપુરમાં ભારે પવન અને ગાજવીજ સાથે ઘોઘમાર વરસાદી ઝાપટું થયું હતું. પાટણમાં 17 મીમી, સિદ્ધપુરમાં 19 મીમી તો સરસ્વતી પંથકમાં 33 મીમી વરસાદ નોંધાયો હતો.

    MORE
    GALLERIES

  • 1010

    રાજ્યમાં ક્યાં કેવો વરસાદ : પંચમહાલ 4 કલાકમાં 3 ઈંચ, છોટાઉદેપુરમાં 6 કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો

    આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : આ બાજુ બનાસકાંઠામાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જિલ્લાના ડીસા પંથકમાં આજે વહેલી સવારે પાંચ ઇંચ જેટલા વરસાદના કારણે સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. કંસારી પાસે માર્ગ પર પણ બે બે ફૂટ સુધી પાણી ભરાઇ જતા વાહનચાલકો અટવાઈ પડ્યા હતા. જ્યારે ભારે વરસાદના કારણે મોટાભાગના મગફળીનું વાવેતર કરેલા ખેતરો (farm) પણ બેટમાં ફેરવાયા જતા ખેડૂતો મોટું નુકસાન થયું છે. બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની સિઝનમાં છેલ્લે છેલ્લે પડેલા ભારે વરસાદના કારણે, અનેક જગ્યાએ નુકસાન થયું છે. ખાસ કરીને ડીસામાં આજે વહેલી સવારે ત્રણ કલાકમાં જ 5 ઇંચ જેટલો વરસાદ થયો હતો. તેને કારણે અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. અનેક ઘરોમાં પાણી ઘુસી જતા લોકોના માલસામાનને નુકસાન થયું છે. જ્યારે આખોલ હાઈવે પર આવેલી સો જેટલી દુકાનોમાં પાણી ઘુસી ગયું હતું. (ફોટો - પંચમહાલ)

    MORE
    GALLERIES