વિભુ પટેલ, અમદાવાદ: માર્ચમાં માવઠાના મારથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. માવઠાને લીધે કૃષિ પાકને નુકસાન થયું છે. જાણે માવઠું જવાનું નામ નથી લઇ રહ્યું તેમ એક પછી એક માવઠાની આગાહી સામે આવી રહી છે. કારણ કે ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે. રાજ્યના અમુક ભાગમાં ભારે પવન, ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી (gujarat rain forecast) કરવામાં આવી છે. વારંવાર વાતાવરણમાં પલટો આવવાથી લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર થઇ રહી છે.
હવામાન વિભાગનું અનુમાન છે કે, 29થી 31 માર્ચમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે થન્ડર સ્ટોમ એક્ટિવિટી થશે અને સામાન્ય વરસાદ થશે. જેના કારણે મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી ઘટાડો થશે. બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર, રાજકોટ, કચ્છ સુરત, ભરૂચ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સહિતના વિસ્તારમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે.