પ્રણવ પટેલ, અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના (Gujarat congress)(G-23) નેતાઓ સાથે રાહુલ ગાંધી દિલ્હી (G-23 meeting with rahul gandhi) ખાતે બેઠક યોજી હતી . ગુજરાત કોંગ્રેસના 23 નેતાઓ રાહુલ ગાંધી સાથે વન ટુ વન મુલાકાત પણ કરી હતી. ગુજરાત કોંગ્રેસના નવા સુકાની કોણ હશે. તેમજ વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Assembly elections) કોંગ્રેસ કઇ રીતે રણનિતી બનાવી મેદાનમાં ઉતરશે . તે અંગે રાહુલ ગાંધીએ કોંગ્રેસ ગુજરાતમા 23 નેતાઓ સાથે મુલાકાત કરી હતી.
દિલ્હી ખાતે મળેલી ગુજરાત કોંગ્રેસના 23 નેતાઓની બેઠક પર ન્યુઝ18 ગુજરાતી મળેલી એક્સુલિઝવ (Exclusive) માહિતી મુજબ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ માટે ત્રણ નામ પ્રસ્તાવ રાહુલ ગાંધી સમક્ષ મુકાયો છે . કોંગ્રેસના રાજ્યસભા સાસંદ શક્તિસિંહ ગોહિલ , પૂર્વ સાસંદ જગદીશ રાઠોડ, અને ભરતસિંહ સોલંકી નામ ચર્ચા હતી . પરંતુ શક્તિસિહ ગોહિલ પ્રમુખ પદ માટે ના પાડતા હવે જગદીશ ઠાકોર પ્રમુખ ની શક્યતા પ્રબળ બની છે. કોંગ્રેસ નેતા અર્જુનભાઇ મોઢવાડિયા નામની પણ ચર્ચા ચાલી રહી છે . પરંતુ કોગ્રેસ ભરતસિંહ સોલંકીને મોટા જવાબદારી સોંપી શકે છે.
હાર્દિક પટેલનું પ્રમુખ બનવાનું સ્વપ્નું સાકાર નહી થાય. તે કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ તરીકે યથાવત્ રહેશે. હાર્દિક પટેલ સાથે બે અન્ય કાર્યકરી પ્રમુખ બનાવાશે એક દક્ષિણ ગુજરાતમાંથી આદિવાસ સમાજનું પ્રતિનિધિત્વ કરતા વાસંદ ધારાસભ્ય અનંત પટેલ અથના ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ હશે તેમજ દલિત સમાજમાંથી નૌષાંદ સોલંકી જે દસાડાના ધારાસભ્ય છે તેઓને કાર્યકારી પ્રમુખ બનાવી શકે છે .
કોંગ્રેસ પ્રવક્તા ડો મનીષ દોશીએ જણાવ્યુ હતુ કે પાર્ટી કોઇ પણ નેતા જવાબદારી સોપા પરંતુ ટીમ કોંગ્રેસ થઇ નેતાઓ કામ કરશે . તેમજ ૨૦૨૨ ચૂંટણી કઇ રીતે જીતવી તે લક્ષ્યાંક હશે. 2022 ચૂંટણી પહેલા કોગ્રેસ ચિંતન શિબિર યોજશે. આગામી નવેમ્બર મહિના 20 તારીખે યોજાશે ત્રણ દિવસીય શિબિર જેમા રાહુલ ગાંધી શિબિરમાં હાજરી આપશે. હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી પાર્ટીમાં કોઇ મોટુ હાલ સ્થાન નહી પરંતુ હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી અન્ય રાજ્યના સ્ટાર પ્રચારક તરીકે ઉપયોગ કરાશે.