અમદાવાદ એરપોર્ટ પર કેવી રીતે કામ કરવામાં આવી રહ્યું છે, તેની ટ્રેનિંગ તેમના સ્ટાફને આપી દેવામાં આવી છે. જોકે અમદાવાદ એરપોર્ટ પર હાલ તો એરપોર્ટ ઓથોરિટીના કર્મચારીઓ અને અદાણી કંપનીના કર્મચારીઓ એક સાથે કામ કરશે. જોકે આજે તો અદાણી કંપનિએ એરપોર્ટને હસ્તગત કર્યુ છે, ત્યારે આગામી દિવસોમાં કેવા પ્રકારના ફેરફાર કરે છે તે પણ જોવું રહ્યું.
ઉલ્લેખનીય છે કે, દેશના છ એરપોર્ટના સંચાલન માટે ખાનગી કંપનીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં દેશના અમદાવાદ, જયપુર, લખનઉ, મેંગલુરુ, થીરુવનંતપુરમ અને ગૌહાટી એરપોર્ટનું સંચાલન, વ્યવસ્થાપન અને વિકાસ ખાનગી-જાહેર ભાગીદારી (PPP) મોડેલના આધારે કરવામાં આવી હતી. સરકારે કહ્યું હતું કે, આનો સીધો જ ફાયદો હવાઈ મુસાફરો અને AAIને થશે. આ અંગે સરકારે ઉદાહરણ આપતા જણાવ્યું કે, દિલ્હી અને મુંબઈ એરપોર્ટનું સંચાલન ખાનગી કંપનીઓ દ્વારા જ કરવામાં આવે છે. વર્ષ 2006માં દિલ્હી અને મુંબઈ એરપોર્ટનું ખાનગીકરણ કરવામાં આવ્યું હતું. તમને એ પણ જણાવી દઈએ કે, પાંચ વર્ષથી એટલે કે, ૨૦૧૩ના વર્ષથી અમદાવાદ એરપોર્ટના ખાનગીકરણની વાત ચાલી રહી હતી. પરંતુ એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા(AAI)ના કર્મચારીઓના વિરોધથી આ સંઘ કાશીએ પહોંચી શક્યો ન હતો.