Home » photogallery » ahmedabad » ગ્રાહકોને આવકારવા મોલ્સ આતૂર! અમદાવાદમાં શોપિંગ મોલમાં આવી છે તૈયારીઓ, પોલીસે આપ્યું માર્ગદર્શન

ગ્રાહકોને આવકારવા મોલ્સ આતૂર! અમદાવાદમાં શોપિંગ મોલમાં આવી છે તૈયારીઓ, પોલીસે આપ્યું માર્ગદર્શન

મોલમાં પ્રવેશનાર લોકોની સંખ્યા કેટલી છે તે માટેનું ગેટ ઉપર કાઉન્ટર ગોઠવવામાં આવેલું છે. તેમજ બહાર નીકળતા લોકોને પણ ગણતરી માટે કાઉન્ટર ગોઠવવામાં આવેલું છે.

विज्ञापन

  • 15

    ગ્રાહકોને આવકારવા મોલ્સ આતૂર! અમદાવાદમાં શોપિંગ મોલમાં આવી છે તૈયારીઓ, પોલીસે આપ્યું માર્ગદર્શન

    કોરોનાની (coronavirus) વચ્ચે 8 જૂન થી મોલ શરૂ થવાનું છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન (Vastrapur police station) વિસ્તારમાં આવેલા મોલ (Malls) જેમાં અમદાવાદ વન મોલ, હિમાલય તથા એક્રોપોલિસ મોલના મેનેજર તથા સિક્યુરિટીના ઇન્ચાર્જની સાથે સાંજે કલાક સાડા ચારથી સાડા પાંચ સુધી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું અને તારીખ 8 જૂનથી મોલ ખોલવાના હોય એ દરમિયાન હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીથી લોકોની સુરક્ષા થાય તથા ફેલાઈ નહીં માટે શું તકેદારી રાખવી તેમજ અગત્યની બાબતો માટે સુચના તેમજ મોલ દ્વારા કરવામાં આવેલી તૈયારી અંગે તેઓની સાથે રાખી મુલાકાત કરવામાં આવી હતી. (નવીન ઝા, અમદાવાદ)

    MORE
    GALLERIES

  • 25

    ગ્રાહકોને આવકારવા મોલ્સ આતૂર! અમદાવાદમાં શોપિંગ મોલમાં આવી છે તૈયારીઓ, પોલીસે આપ્યું માર્ગદર્શન

    જેમાં અમદાવાદ વન મોલ ખાતે તૈયારી દરમિયાન મોલમાં પ્રવેશનાર લોકોની સંખ્યા કેટલી છે તે માટેનું ગેટ ઉપર કાઉન્ટર ગોઠવવામાં આવેલું છે. તેમજ બહાર નીકળતા લોકોને પણ ગણતરી માટે કાઉન્ટર ગોઠવવામાં આવેલું છે.

    MORE
    GALLERIES

  • 35

    ગ્રાહકોને આવકારવા મોલ્સ આતૂર! અમદાવાદમાં શોપિંગ મોલમાં આવી છે તૈયારીઓ, પોલીસે આપ્યું માર્ગદર્શન

    આ ઉપરાંત અંદર પ્રવેશતા તેઓના ફૂટવોશ થશે સ્ક્રીનિંગ કરવામાં આવશે. તેમજ જેમના મોબાઈલમાં આરોગ્ય ખાતુ એપ (Arogya setu app) ડાઉનલોડ કરેલી છે કે કેમ. એ ચકાસણી કરી એપના હોય તો એપ ડાઉનલોડ કરવાની રહેશે, તેમજ જો સાદો મોબાઈલ હોઈ તો તે માટે ફોર્મ ભરવાનું રહેશે.

    MORE
    GALLERIES

  • 45

    ગ્રાહકોને આવકારવા મોલ્સ આતૂર! અમદાવાદમાં શોપિંગ મોલમાં આવી છે તૈયારીઓ, પોલીસે આપ્યું માર્ગદર્શન

    ઉપરાંત સુરક્ષાની દ્રષ્ટિએ હેન્ડ મેટલ ડિટેકટરથી પણ ચેક કરી પછી જ તેઓને અંદર પ્રવેશ આપવામાં આવશે. તેમજ અંદર પ્રવેશ્યા બાદ લિફ્ટમાં એક્સલેટરમાં તેમજ વોશરૂમમાં પણ યોગ્ય સોશિયલ ડિસ્ટેન્સિંગ જળવાઈ રહે તે સારું યોગ્ય આયોજન મોલ દ્વારા કરવામાં આવેલ છે. તેમજ મોલ માં આવેલ ફૂડ ઝોનમાં પણ સોશિયલ ડિસ્ટેન્સિંગ જળવાય તે સારું મોબાઈલથી એપથી જમવાનો ઓર્ડર કરવામાં આવેશે અને પેમેન્ટ પણ ઓનલાઇન જ થાય એ રીતે આયોજન કરેલું છે.

    MORE
    GALLERIES

  • 55

    ગ્રાહકોને આવકારવા મોલ્સ આતૂર! અમદાવાદમાં શોપિંગ મોલમાં આવી છે તૈયારીઓ, પોલીસે આપ્યું માર્ગદર્શન

    ઓર્ડર તૈયાર થઇ જાય મોબાઈલમાં મેસેજ મોકલવામાં આવે એટલે કાઉન્ટર પરથી પ્લેટ લાવવાની રહેશે. જે સમગ્ર મુલાકાત દરમિયાન આ પ્રકારનું હિમાલય મોલ તથા એક્રોપોલિસ મોલમાં પણ આયોજન કરવામાં આવે અને નિયમોનું ચુસ્તપણે પાલન થાય તો ચોક્કસપણે હાલમાં કોરોના મારીના સંક્રમણથી બચી શકાય તે પ્રકારનું આયોજન થયેલ છે. આ ઉપરાંત મોલ દ્વારા જે વાહનો ફોરવીલ પાર્ક થાય એ લોકો પાર્કિંગમાં પણ યોગ્ય ડિસ્ટન્સ જાળવે તે માટેની પણ સુયોગ્ય વ્યવસ્થા કરવામાં આવેલ છે.

    MORE
    GALLERIES