નવીન ઝા, અમદાવાદ: અમદાવાદ શહેરમાં કેટલાક વેપારીઓ પોતાના ફાયદા માટે લોકોના જીવને જોખમમાં મૂકી દેતા હોય છે. જેને લઈને જીપીસીબી (Gujarat Pollution Control Board)ને કાર્યવાહી કરવાની સત્તા આપવામાં આવી છે. અમદાવાદના રામોલ વિસ્તારમાં PCBએ ઘટનાની ગંભીરતાને જોઈને જીપીસીબીને સાથે રાખી એક ખુલ્લા મેદાનમાં ગંદકી ફેલાવવા મામલે કાર્યવાહી કરીને એક વેપારીની ધરપકડ કરી લીધી છે. હાલ પીસીબીએ આરોપી સામે 284, 278 અને પર્યાવરણ સુરક્ષા અધિનિયમ 1986 કલમ 7,8,15(1) મુજબ ગુનો દાખલ કર્યો છે. આ ગુનામાં અન્ય કોઈ આરોપી સામેલ છે કે નહીં તેની તપાસ શરૂ કરવામાં આવી છે.