Home » photogallery » ahmedabad » અમદાવાદ: યુવતીને ચાલુ બાઇકે સ્ટન્ટ કરવા ભારે પડ્યા, પોલીસે કરી કાર્યવાહી

અમદાવાદ: યુવતીને ચાલુ બાઇકે સ્ટન્ટ કરવા ભારે પડ્યા, પોલીસે કરી કાર્યવાહી

Ahmedabad bike stunt: સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં બાઈક પર એક યુવતી ચાલુ બાઈકે ઊભા થઇ સ્ટિયરિંગ પરથી હાથ છોડી દઈને ભયજનક રીતે વાહન ચલાવે છે.

विज्ञापन

  • 15

    અમદાવાદ: યુવતીને ચાલુ બાઇકે સ્ટન્ટ કરવા ભારે પડ્યા, પોલીસે કરી કાર્યવાહી

    ઋત્વીજ સોની, અમદાવાદ: સોશિયલ મીડિયા (Social Media)માં સસ્તી પ્રસિદ્ધિ માટે યુવા વર્ગ કોઈ પણ હદે જવા તૈયાર થઈ જતો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આવા અનેક બનાવો અત્યારસુધીમાં સામે આવ્યા છે. જેમાં કેટલાક લોકો પોતાની સાથે અન્ય લોકોની જિંદગીને પણ જોખમમાં મૂકે છે. જેમાં કેટલાક લોકોએ જીવ ગુમાવવાનો પણ વખત આવ્યો છે. અમદાવાદમાં સિંધુ ભવન રોડ (Sindhu Bhavan Road) પર બાઈક સાથે સ્ટંટ કરતી યુવતીનો વીડિયો (Ahmedabad girl bike stunt video) સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મહત્ત્વનું છે કે આ મામલે સરખેજમાં એમ ડિવિઝન પોલીસે (M division police) ગુનો નોંધી યુવતીની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું છે.

    MORE
    GALLERIES

  • 25

    અમદાવાદ: યુવતીને ચાલુ બાઇકે સ્ટન્ટ કરવા ભારે પડ્યા, પોલીસે કરી કાર્યવાહી

    સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં બાઈક પર એક યુવતી ચાલુ બાઈકે ઊભા થઇ સ્ટિયરિંગ પરથી હાથ છોડી દઈને ભયજનક રીતે વાહન ચલાવે છે. વીડિયોની જાણ પોલીસને થતાં પોલીસે બાઈકના રજીસ્ટ્રેશન નંબરના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ત્રણ ચાર માસ અગાઉ વસ્ત્રાલમાં રહેતી કેશવી પાડલીયા (Keshvi Padaliya)એ સિંધુ ભવન રોડ પર તાજ હોટલ નજીક આ વીડિયો બનાવ્યો છે. જેમાં તે ચાલુ બાઈકે ઊભા થઇને સ્ટિયરિંગ પરથી હાથ છોડી દઈને ભયજનક રીતે વાહન ચલાવે છે.

    MORE
    GALLERIES

  • 35

    અમદાવાદ: યુવતીને ચાલુ બાઇકે સ્ટન્ટ કરવા ભારે પડ્યા, પોલીસે કરી કાર્યવાહી

    વીડિયોના આધારે પોલીસે યુવતી વિરુદ્ધમાં ધી ઇ.પી.કો. કલમ 279, એમ.વી એક્ટ કલમ 174, 184, 194 ( ડી ) મુજબ કાયદેસરની કાર્યવાહી કરી છે. મહત્વની બાબત તો એ છે કે આ રીતે સ્ટંટ કરવામાં લોકો પોતાની તો જિંગીને જોખમમાં મૂકતા હોય છે, સાથે સાથે બીજાની જિંદગી સાથે પણ રમત રમે છે.

    MORE
    GALLERIES

  • 45

    અમદાવાદ: યુવતીને ચાલુ બાઇકે સ્ટન્ટ કરવા ભારે પડ્યા, પોલીસે કરી કાર્યવાહી

    રાજકોટમાં નબીરાઓ થાર ગાડી લઈ ડેમમાં ઘૂસી ગયા: બીજા આવા જ એક બનાવમાં રાજકોટ શહેર (Rajkot City)માં એક વીડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જે વીડિયોમાં કેટલાક નબીરાઓ ન્યારી ડેમ (Nyara Dam) પાસે પોતાની લાખેણી કાર સાથે દેખાઈ છે. જ્યારે કે નબીરાઓ થાર કારમાં દરવાજાની બહાર ઊભા રહી કાર ડેમના પાણીમાંથી પસાર કરતા નજરે પડે છે.

    MORE
    GALLERIES

  • 55

    અમદાવાદ: યુવતીને ચાલુ બાઇકે સ્ટન્ટ કરવા ભારે પડ્યા, પોલીસે કરી કાર્યવાહી

    શું દેખાઈ રહ્યું છે વીડિયોમાં? : આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે વીડિયોમાં પ્રથમ ભાગમાં વીડિયો બનાવવામાં આવતો હોય તે પ્રકારના દ્રશ્યો દેખાઈ રહ્યા છે. જ્યારે કે બીજા ભાગમાં ઇન્સ્ટા આઇડીમાં થાર કાર સહિતની અન્ય કાર સાથે લોકો ડેમની નજીકના ભાગે ઊભા હોઈ તે પ્રકારનું વીડિયોમાં દેખાઈ રહ્યું છે. જે પ્રકારનો વીડિયો વાયરલ થયો છે તે વીડિયોમાં અન્ય બેથી ત્રણ લોકોના ઇન્સ્ટા આઇડી અને તેમાં અપલોડ કરવામાં આવેલા વીડિયોની ઝલક જોઈ શકાય છે.

    MORE
    GALLERIES