તેમણે અમરેલીમાં પણ લાખો લોકોને સંબોધ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે, ‘અમરેલી જિલ્લો હવે દરિયાઈ વેપારનું ધમધમતું કેન્દ્ર બનવાની તૈયારીમાં છે. જે ઇતિહાસમાં એક નવો અધ્યાય જોડશે. મારો વિશ્વાસ કરો, ગુજરાતમાં કૃષિ વિકાસ દર માઈનસમાં હતો, તે હવે અમારી અમારી મહેનતના કારણે બે આંકડામાં આવી ગયો છે.’