Home » photogallery » ahmedabad » Muslim Sister of PM Modi on Rakshabandhan : પીએમ મોદીના મુસ્લિમ બહેન તેમને 27 વર્ષથી બાંધે છે રાખડી, તસવીરોમાં જુઓ પત્રમાં શું લખ્યું છે

Muslim Sister of PM Modi on Rakshabandhan : પીએમ મોદીના મુસ્લિમ બહેન તેમને 27 વર્ષથી બાંધે છે રાખડી, તસવીરોમાં જુઓ પત્રમાં શું લખ્યું છે

Ahmedabad News: દર વર્ષની જેમ આ વર્ષે પણ પીએમ મોદીના આ મુસ્લિમ બહેન કમર મોહસિને રક્ષાબંધન માટેની તમામ તૈયારીઓ કરી લીધી છે.

विज्ञापन

  • 17

    Muslim Sister of PM Modi on Rakshabandhan : પીએમ મોદીના મુસ્લિમ બહેન તેમને 27 વર્ષથી બાંધે છે રાખડી, તસવીરોમાં જુઓ પત્રમાં શું લખ્યું છે

    દિપીકા ખુમાણ, અમદાવાદ : આવતીકાલે એટલે 11મી ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો (Rakshabandhan 2022) પવિત્ર તહેવાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Modi Sister) બહેન કમર મોહસીન શેખ (Qamar Mohsin Shaikh) છેલ્લા 27 વર્ષથી પીએમ મોદીને રાખડી બાંધે છે. આ વખતે પણ રક્ષાબંધનના પવિત્ર અવસર પર બહેન કમર મોહસીન શેખે પીએમ મોદીને રાખડી અને શુભેચ્છા પાઠવી છે.

    MORE
    GALLERIES

  • 27

    Muslim Sister of PM Modi on Rakshabandhan : પીએમ મોદીના મુસ્લિમ બહેન તેમને 27 વર્ષથી બાંધે છે રાખડી, તસવીરોમાં જુઓ પત્રમાં શું લખ્યું છે

    દર વર્ષની જેમ આ વર્ષે પણ પીએમ મોદીનાં આ બહેન કમર મોહસિને તમામ તૈયારીઓ કરી લીધી છે. આ વખતે તેમને પીએમ મોદીને મળવાની આશા છે. છેલ્લા બે વર્ષથી તે કોરોનાને કારણે પીએમ મોદીને રાખડી બાંધી શક્યા ન હતા. પરંતુ તેમ છતાં તેમને રાખડી મોકલવાનું ભૂલ્યા નહોતા. પરંતુ આ વર્ષે સ્થતિ સારી રહેતા તેઓ દિલ્હીના આમંત્રણની રાહ જોઈ રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 37

    Muslim Sister of PM Modi on Rakshabandhan : પીએમ મોદીના મુસ્લિમ બહેન તેમને 27 વર્ષથી બાંધે છે રાખડી, તસવીરોમાં જુઓ પત્રમાં શું લખ્યું છે

    આ અંગે ન્યુઝ18 સાથે વાત કરતા કમર મોહસીન શેખે ન્યુઝ18ને જણાવ્યું કે, મને આશા છે કે, આ વખતે પીએમ મોદી દિલ્હી બોલાવશે. આ માટે મે જાતે સિલ્ક રિબન સાથે એમ્બ્રોઇડરી ડિઝાઇનનો ઉપયોગ કરીને આ રાખડી બનાવી છે.

    MORE
    GALLERIES

  • 47

    Muslim Sister of PM Modi on Rakshabandhan : પીએમ મોદીના મુસ્લિમ બહેન તેમને 27 વર્ષથી બાંધે છે રાખડી, તસવીરોમાં જુઓ પત્રમાં શું લખ્યું છે

    કારણ કે, તેમના હાથમાં જે રાખડીઓ હોય છે એ તેમને વાગી જાય એવી હોય છે. જેથી મેં એવી રાખડી બનાવી છે જે તેમના હાથમાં કોઈ ઇજા ન પહોંચાડે. આ સાથે બહેન કમરે પોતાના ભાઈ પીએમ મોદી માટે એક પત્ર પણ લખ્યો છે. જેમાં તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી છે. વધુમાં તેમણે જણાવ્યું કે, પીએમ મોદીને 2024ની ચૂંટણી જીતશે તેવો તેમને વિશ્વાસ છે. આ વિશે તેમને પત્રમાં પણ ઉલ્લેખ કર્યો છે .

    MORE
    GALLERIES

  • 57

    Muslim Sister of PM Modi on Rakshabandhan : પીએમ મોદીના મુસ્લિમ બહેન તેમને 27 વર્ષથી બાંધે છે રાખડી, તસવીરોમાં જુઓ પત્રમાં શું લખ્યું છે

    કમર મોહસીન શેખે વધુમાં કહ્યું કે, તેઓ 2024ની ચૂંટણી જીતીને ફરીથી PM બનશે તેવો મને વિશ્વાસ છે. પીએમ મોદીમાં એ કાર્યક્ષમતા દેખાય છે. હું ઈચ્છું છું કે, તેઓ હમેશા માટે ભારતના PM તરીકે ભારતનું સુકાન સંભાળે.

    MORE
    GALLERIES

  • 67

    Muslim Sister of PM Modi on Rakshabandhan : પીએમ મોદીના મુસ્લિમ બહેન તેમને 27 વર્ષથી બાંધે છે રાખડી, તસવીરોમાં જુઓ પત્રમાં શું લખ્યું છે

    કમર મોહસીન તેમના સંબંધ અંગેના સવાલના જવાબમાં જણાવ્યું કે, તેઓ પીએમ મોદીને ત્યારથી ઓળખે છે જ્યારે તેઓ આરએસએસના કાર્યકર હતા.એ સમયે તેઓ દિલીપ સંઘાણી સાથે પીએમ મોદીને મળ્યા હતા અને જ્યારે તેમને બહેન શબ્દનો ઉલ્લેખ કર્યો ત્યારે તેમને ઘણું સારું લાગ્યું હતુ. કારણ કે, તેઓ જ્યારે  પાકિસ્તાનથી આવ્યા એ પછી આ શબ્દ તેમને લાગણીસભર લાગ્યો હતો.

    MORE
    GALLERIES

  • 77

    Muslim Sister of PM Modi on Rakshabandhan : પીએમ મોદીના મુસ્લિમ બહેન તેમને 27 વર્ષથી બાંધે છે રાખડી, તસવીરોમાં જુઓ પત્રમાં શું લખ્યું છે

    વધુમાં તેમણે જણાવ્યું કે, તેમનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો અને તેમને ભારતમાં મોહસીન નામના ખ્યાતનામ ચિત્રકાર સાથે લગ્ન કર્યા હતા. જ્યારે પીએમ મોદીએ પહેલા તેમને કમર મોહસીન શેખે બહેન કહીને સંબોધ્યા અને પછી મળવાની વાત કરી. આ પછી કમરે તેમને પીએમ મોદીને મળવા પર રાખડી બાંધવાનું કહ્યું અને પીએમ મોદીએ તેનો સ્વીકાર કર્યો. ત્યારથી તે પીએમ મોદીને રાખડી બાંધી રહ્યા છે. જેને આજે 27 વર્ષ વિતી ગયા છે.

    MORE
    GALLERIES