ગુજરાત પાન-ગલ્લા શોપ ઓનર્સ એસોસિયેશન પ્રમુખ સંજય જોશીએ સીએમ વિજય રૂપાણીને પત્ર લખી જણાવ્યુ હતુ કે, આવતીકાલથી ગુજરાતમા પાન ગલ્લા પરથી લાઇવ પાન મસાલા નહી બંને. આ ઉપરાંત પાન મસાલાની પાર્સલ સેવા જ રહેશે. કારણ કે, જે રીતે છેલ્લા ચાર દિવસથી એએમસી કાર્યવાહી કરી છે, જેથી પાન ગલ્લા માલિકોને મોટું નુકશાન થયું છે. એએમસી દ્વારા ૧૦ હજાર દંડની જોગવાઇ કરાઇ છે, જે ખરેખર અયોગ્ય છે. પરંતુ તમામ પાન ગલ્લા માલિકો સાથે વાતચિત કરી આ નિર્ણય પર પહોંચ્યા છીએ.