નવીન ઝા, અમદાવાદઃ પુરાતત્વ ખાતાના (Department of Archeology) ચાર અધિકારીઓ (four officers) સહિત 6 લોકો સામે noc કૌભાંડ (noc scam) બાબતે ગુનો દાખલ કેસમાં સીબીઆઈ (CBI) દ્વારા તપાસ તેજ કરવા માં આવી છે. મહત્વનું છે કે 4 અધિકારીઓમાંથી એક અધિકારી તો વિદેશમાં વેપારી બની ગયો છે. જોકે 6માંથી 2 ફાઈલ હાલ પણ સીબીઆઈને નથી મળી રહી. શું હતો સમગ્ર મામલો આવો જોઈએ.
નિયમોને નેવે મૂકી રિદ્ધિ સિદ્ધિ એન્ટરપ્રાઇઝ નામની કંપનીને બાંધકામ માટે મંજૂરી આપવાના કેસમાં પુરાતત્વ ખાતાના અધિકારીઓ સામે cbiએ કાર્યવાહી તેજ કરી છે. સીબીઆઈ દ્વારા અમદાવાદ, વડોદરા, મધ્ય પ્રદેશ, કર્ણાટક અને ન્યૂ દિલ્હીમાં દરોડા પાડી હાલ 30 લાખની લેવડ દેવડ સામે આવી છે પરંતુ આ આંકડો વધી શકે છે. આરોપી દ્વારા અમદાવાદમાં આવેલ અછૂત કુકી શાહી મસ્જિદના આસપાસના વિસ્તારમાં બાંધકામમાટે પુરાતત્વ ખાતાની મંજૂરી જરૂરી હોય છે અને નિયમ પ્રમાણે 100 મીટર ની અંદર કોઈ પણ નવા બાંધ કામ માટે મંજૂરી મળી શકે નહીં.પરંતુ આરોપીની પોસ્ટિંગ ગોવા માં હોવા છતાં વડોદરા થી ફેક noc આપી કૌભાંડ કરેલ છે.
તપાસમાં સામે આવ્યું કે આંગડિયા પેઢી દ્વારા વ્યવહાર થયો હોવાનું આવ્યું સામે.નિયમો ને નેવે મૂકી રિદ્ધિ સિદ્ધિ એન્ટરપ્રાઇઝ નામની કંપનીને બાંધકામ માટે મંજૂરી આપી હતી. મહત્વની વાત તો યે છે એ આરોપીઓમાં એક આરોપી આરીફ કરીને પણ છે જે ખાતામાંથી નીકળી વિદેશમાં ધંધો શરુ કરેલ છે. મળતી માહિતી પ્રમાણે આરોપીએ રેસ્ટોરેન્ટ અને ગેરેજ નો વેપાર ત્યાં કરી રહ્યો છે.
મળતી માહિતી પ્રમાણે અમદાવાદ પુરાતત્વ ખાતા ની કુલ 54 મોંન્યુમેન્ટ છે જેની આસપાસ કોઈ પણ રીતે પરવાનગી આપી શકાય નહીં છતાં ખોટી રીતે nocઆપી કૌભાંડ કરવા માં આવ્યું છે. મહત્વની વાત તો યે પણ છે કે આ તમામ કૌભાંડ 2005 પછી થયેલ છે અને cbiને કુલ 6 ફાઈલો શોધવાની હતી પરંતુ 2 ફાઈલ ગાયબ છે..સૂત્રો કહી રહ્યા છે કે આ બે ફાઈલોને લઈ અન્ય આરોપીઓ ની સંડોવણી પણ સામે આવી શકે છે.
મહત્વનું છે કે હાલ તો રમેશ પરમાર જે રિદ્ધિ સીધીના છે,શિવાનંદ રાવ જે પુરાતત્વ ના અધિકારી હતા,રવિ કુમાર ગૌતમ જે nmaના અધિકારી છે. મહત્વ નું છે કે nmaની રચના 2010 માં થઈ હતી અને જેનું કામજ nocઆપવાનું હતું. પુરાતત્વ ખાતા માં ભ્રષ્ટાચાર વધી જવાના કારણે સરકારે રચના કરી હતી. ત્યાર બાદ કનુ પટેલ જે ખાનગી વ્યક્તિ છે..અને અન્ય રાજેશ જોહરી અને આરીફઅલી અગરિયા સામે દાખલ થયેલ છે. ફરિયાદમાં એક ias અધિકારી પણ શંકા ના ઘેરા માં છે. સવાલ તો યે ઉભો થઈ રહ્યો છે કે હાલ તો એક nocને લઈ આટલું સામે આવ્યું છે. પંરતુ જો આ કેસ માં આરોપીઓ દ્વારા આપવા માં આવેલ અન્ય noc ની તપાસ કરવા માં આવે તો અન્ય મોટું કૌભાંડ સામે આવી શકે છે..