અમદાવાદઃ સમગ્ર વિશ્વમાં કોરોનાનો નવો વેરિયન્ટ (coronavirus new variant) ઓમિક્રોન (Omicron) હાહાકાર મચાવી રહ્યો છે. ડેલ્ટા વેરિયન્ટ કરતા ઓમિક્રોન વધુ લોકોને સંક્રમિત કરી શકે છે તેવા હાઉ વચ્ચે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી (ahmedabad civil hospital) ઓમિક્રોનના પહેલા દર્દીને (omicron first patient) સારવાર બાદ સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. લંડનથી (london omicron patient) આવેલા આ દર્દીમાં કોરોનાના એક પણ લક્ષણ ન હતા. પણ છતાં તેમનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
દર્દીનો રિપોર્ટ નેગેટિવ રિપોર્ટ આવતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. ગત 15 તારીખે દર્દીને ઓમીક્રોન શંકાસ્પદ તરીકે દાખલ કરવામાં આવ્યા હતા જ્યા 19 તારીખે ઓમિકરોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.આણંદના 48 વર્ષીય પ્રફુલ શાસ્ત્રી લંડનથી અમદાવાદ આવ્યા હતા જ્યાં એરપોર્ટ પર કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.