હર્મેશ સુખડિયા, અમદાવાદ: એક ખાનગી ટીવી ચેનલમાં કોમેડી સિરિયલ આવે છે. અને તેમાં એક કલાકાર તેના સાળાથી કંટાળી ગયો હોય છે, કારણકે તેનો સાળો કાયમ બનેવીના રૂપિયે જલસો કરી જતો હોય છે. આવી જ કંઈક લાગતી ઘટના અમદાવાદ શહેરમાં (Ahmedabad city) બની છે. 40 વર્ષીય યુવકને તેની પત્ની સાથે ઝગડો થતા તે પિયરમાં જતી રહી હતી બાદમાં તેના સાળાએ ફેસબુક (facebook) પર તેના બનેવીના બેસણાનો (Besana) મેસેજ કર્યો હતો. યુવકના મિત્રને જાણ થતા તેને આ યુવકને જણાવ્યું અને યુવકે સાળાને ઠપકો આપતા તેને માર મારી લોહીલુહાણ કરી નાખ્યો હતો.
ગઈકાલે બપોરે તેજસ કુમારના મિત્રનો તેમની પર ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે તેમના સાળા રાહુલ નાયક કે "ફેસબુકમાં તું મરી ગયેલો છે અને તેનું બેસણુ" એવો મેસેજ કર્યો હતો. રાત્રે તેઓ તેમના મિત્ર સાથે સરખેજ રેલવે સ્ટેશનની સામે બેઠા હતા ત્યારે તેમનો સાળો તેની માતા સાથે બાઈક પર નીકળ્યો હતો. (પ્રતિકાત્મક તસવીર)