Home » photogallery » ahmedabad » અમદાવાદઃ પૂર્વ વિસ્તારનો કુખ્યાત બુટલેગર બંસી ઝડપાયો, 11 મોંઘીદાટ ગાડીઓ જપ્ત, બૂટલેગર કેવી રીતે બન્યો બંસી બિલ્ડર?
અમદાવાદઃ પૂર્વ વિસ્તારનો કુખ્યાત બુટલેગર બંસી ઝડપાયો, 11 મોંઘીદાટ ગાડીઓ જપ્ત, બૂટલેગર કેવી રીતે બન્યો બંસી બિલ્ડર?
કુખ્યાત બુટલેગર બંસી પરિહાર છેલ્લા ઘણા સમયથી પોલીસ ચોપડે વોન્ટેડ હતો. બુટલેગરના ધંધા સાથે બંસી બિલ્ડર પણ બની ગયેલો અને બેથી ત્રણ કન્સ્ટ્રકશન સાઈડમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું.
ઋત્વિજ સોની, અમદાવાદઃ અમદાવાદના (Ahmedabad) કુખ્યાત બુટલેગર (Bootlegger) એવા બંસી પરિહારની પોલીસે ધરપકડ કરી છે. પોલીસને થાપ આપીને છેલ્લા કેટલાય સમયથી નાસતા ફરતા કુખ્યાત બુટલેગરની ધરપકડ (Arrested) કરીને પોલીસે મોંઘીદાટ11 ગાડીઓ જપ્ત કરી છે.
2/ 6
કુખ્યાત બુટલેગર બંસી પરિહાર છેલ્લા ઘણા સમયથી પોલીસ ચોપડે વોન્ટેડ હતો. પણ પોલીસ સતત તેની વોચમાં હતી અને આખરે સોમવારે ચાંદખેડા વિસ્તારમાંથી ઝોન 5 DCP સ્ક્વોડે ઝડપી પાડયો હતો. પકડાયેલ બંસી મારવાડી વિરુદ્ધ 11 જેટલા ગુનાઓ પ્રોહીબીશનના નોંધાઈ ચુક્યા છે.
विज्ञापन
3/ 6
હાલ તો નિકોલ પોલીસને આરોપી દેવેન્દ્ર ઉર્ફે બંસી પરિહારને સોંપવામાં આવ્યો છે, કારણ કે નિકોલ પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ ત્રણ ગુનાઓ નોંધાયેલા છે. એટલું જ નહીં રામોલ અને અમરાઈવાડી વિસ્તારમાં પણ તે પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ જાહેર થયો હતો.
4/ 6
પોલીસ પૂછપરછમાં સામે આવ્યુ છે કે છેલ્લા ઘણા સમયથી બંસી પરિહાર પરપ્રાંતમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતો અને અમદાવાદ સહિત અનેક શહેરોમાં પોતાના વાહનોમાં દારૂ સપ્લાય કરતો હતો. હાલમાં પોલીસે 11 જેટલા દારૂના હેરાફેરી માટે વપરાયેલા વાહનો પણ કબજે કર્યા છે.
5/ 6
મહત્વનું છે કે પ્રાથમિક સૂત્રો પાસેથી મળેલ માહિતી પ્રમાણે બુટલેગરના ધંધા સાથે બંસી બિલ્ડર પણ બની ગયેલો અને બેથી ત્રણ કન્સ્ટ્રકશન સાઈડમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. જેથી પોલીસે બંસીના ફાઈનાન્સ અંગે પણ તપાસ શરૂ કરી છે.
विज्ञापन
6/ 6
સાથે જ બુટલેગરના ધંધાથી જોડાયેલા તેના તમામ વ્યવહાર અને વ્યક્તિ અંગેની પોલીસે તપાસ શરૂ કરી છે. હાલ તો નિકોલ પોલીસ સ્ટેશનના ૩ ગુનામાં તેની ધરપકડ કરવામાં આવશે. બંસી પરિહાર અગાઉ ત્રણ વખત પાસા પણ ભોગવી ચૂક્યો છે. હાલ માં પોલીસ એ તેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.