દિપીકા ખુમાણ, અમદાવાદ : ગુજરાતમાં તા.૨૬ સપ્ટેમ્બરથી તા.૧૨ ઓક્ટોબર-૨૦૨૨ દરમિયાન પ્રથમ વખત યોજાનારી નૅશનલ ગેમ્સનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. અમદાવાદ શહેર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પોર્ટ્સ એસોસિએશન અને વિવિધ સંસ્થાઓના સહયોગથી જોરશોરથી ૩૬ મી નેશનલ ગેમ્સની યજમાની માટેની સમગ્ર તૈયારીઓ કરવામાં આવી રહી છે. અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર તરફથી મળતી માહિતી અનુસાર નૅશનલ ગેમ્સ અંતર્ગત અમદાવાદ શહેરના ૮ જેટલા સ્પોર્ટસ કૉમ્પલેક્ષ સહિતનાં સ્થળો પર વિવિધ ૧૫ રમતોનું આયોજન કરવામાં આવનાર છે.
સાબરમતી નદીમાં રોવિંગ, કેનોઇંગનું તેમજ સાબમરતી સ્પોર્ટસ પાર્ક ખાતે આર્ટિસ્ટિક સ્કેટિંગ, ઇનલાઇન સ્કેટિંગ, સ્પીડ સ્કેટિંગ, ટેનીસ, સોફ્ટ ટેનીસ રમતનું આયોજન થશે. કેન્સ વિલે ગોલ્ફ અને કન્ટ્રી ક્લબમાં લૉન બોલ અને ગોલ્ફ, ક્રાઉન એકેડમીમાં શોટગન શુટિંગ, જ્યારે ખાનપુરની રાઇફલ ક્લબ ખાતે રાઇફલ અને પીસ્ટલની શુટિંગ સ્પર્ધાઓ યોજાશે.
15 સ્થળે નેશનલ ગેમ્સમાં અંદાજે 5000થી વધારે એથિલ્ટ્સ ભાગ લેશે. નેશનલ ગેમ્સમાં 280 ગેમ અને 20 સ્પોર્ટ્સમાં 5 હજારથી વધુ એથલિટ્સ ભાગ લેશે જેને લઈને અમદાવાદમાં સંપૂર્ણ તૈયારીઓ ચાલી રહી છે. સોઈલ ફિલીંગ અને લેવલીંગ સાથે બે ફિલ્ડની લોન મેઇન્ટનનું કામ ચાલી રહ્યું છે. જે લગભગ 15 September સુધી પૂરું થઈ જશે. જ્યારે રિવરફ્રન્ટનાં સ્પોર્ટ્સ કોમલેક્ષમાં 25 મીટરની સ્કેટિંગ રિંક કોટા સ્ટોનથી બનાવાઈ રહી છે.