હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત અમદાવાદ શહેરમાં આજથી તિરંગા વિતરણ શરૂ કરાયું હતું. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા 22 લાખ તિરંગા વિતરણનો લક્ષ્યાંક છે. હાલમાં પ્રથમ તબક્કામાં 11 લાખ તિરંગા અને સ્ટીકનો સ્ટોક ખરીદી લેવાયો છે. બીજા તબક્કામાં હજુ રાજ્ય સરકાર તરફથી 11 લાખ તિંરગા આપવામા આવશે. એએમસીના સત્તાધીશોએ તિંરગા જે સ્ટોર રૂમ રખાયા છે તે સ્થળની મુલાકાત અને તિરંગા વિતરણ કામગીરી સમિક્ષા કરી હતી.
વધુમાં ચેરમેન હિતેશભાઇ બારોટે જણાવ્યુ હતું કે, આજથી એએમસી દ્વારા સાત ઝોનમાં રાષ્ટ્ર ધ્વજનું વિતરણ શરૂ કરાયું છે. ઝોનમાથી વોર્ડ વાઇઝ તિંરગા અપાશે. એએસમી માલિકીની તમામ વોર્ડ ઓફિસમાં સ્ટ્રીક સાથે તિંરગા મળશે. તેમજ આગામી દિવસમાં શહેરમાં જાહેર રસ્તા પર સ્ટોલ મુકવામા આવશે. જેથી કોઇ પણ સામાન્ય પ્રજા જન તિરંગો લઇ શકે.
એએસમી કમિશનર લોચન સહેરા દ્વારા શહેરમાં જાણિતા ધાર્મિક ટ્રસ્ટો, સામાજિક સંસ્થાઓ અને સોસાયટી અને એપાર્ટમેન્ટના સેક્રેટરી અને ચેરમેન સાથે પણ સંવાદ કર્યો છે. આ અભિયાન વધુ સારી રીતે સફળ થાય તેવો પ્રયાસ હાથ ધરાશે. એએસમી દ્વારા હાલ 11 લાખ તિંરગા તૈયાર કરાયા છે. જેમા વધુ 11 લાખ તિરંગા રાજ્ય સરકાર આપશે.