Home » photogallery » ahmedabad » Nada Bet : ભારત-પાકિસ્તાન બોર્ડર નડા બેટ પર જોવા મળશે વાઘા બોર્ડર જેવો નજારો, નવા આકર્ષણનો ઉમેરો

Nada Bet : ભારત-પાકિસ્તાન બોર્ડર નડા બેટ પર જોવા મળશે વાઘા બોર્ડર જેવો નજારો, નવા આકર્ષણનો ઉમેરો

Nada Bet India Pakistan Border : નડાબેટ ખાતે ‘સીમાદર્શન પ્રોજેક્ટ’નું ઉદ્દઘાટન (Seema Darshan Nada Bet) કરશે દેશના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah), મુલાકાતીઓ માટે હવે પછી મળે આ નવી સુવિધા, જુઓ તસવીરો વાંચો ખાસ અહેવાલ

  • 16

    Nada Bet : ભારત-પાકિસ્તાન બોર્ડર નડા બેટ પર જોવા મળશે વાઘા બોર્ડર જેવો નજારો, નવા આકર્ષણનો ઉમેરો

    વિભૂ પટેલ, અમદાવાદ : રાજ્યના સરદહી જિલ્લા બનાસકાંઠા (Banaskatha) સ્થિત ભારત-પાકિસ્તાનની નડાબેટ (Nada Bet) સીમા ખાતે નિર્મિત ‘સીમાદર્શન પ્રોજેક્ટ’નું (Seema Darshan Project) કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના (Amit Shah) હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel) અને પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદી પણ ઉપસ્થિત રહેશે. 10 એપ્રિલ, 2022ના સીમાદર્શન પ્રોજેક્ટ’નું ઉદ્ઘાટન કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ નડાબેટ ખાતે આવેલા નડેશ્વરી માતાના મંદિરમાં પણ દર્શન કરશે.

    MORE
    GALLERIES

  • 26

    Nada Bet : ભારત-પાકિસ્તાન બોર્ડર નડા બેટ પર જોવા મળશે વાઘા બોર્ડર જેવો નજારો, નવા આકર્ષણનો ઉમેરો

    રાષ્ટ્રના નાગરિકોને મા ભોમની રક્ષા માટે સતત ખડેપગે રહેનારા બી.એસ.એફ જવાનોની જીવનચર્યાને પ્રત્યક્ષ અનુભવવાની તક પ્રાપ્ત થાય તેમજ જવાનોની રહેણી-કરણી, ફરજો અને દેશપ્રેમને રૂબરૂ નિહાળી શકે તેવા હેતુસર સીમાદર્શન કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. સીમાદર્શન પ્રોજેક્ટ અંતર્ગત રૂ. 125 કરોડના ખર્ચે પ્રવાસીઓ માટે તમામ પ્રકારની સુવિધાઓ અને વિશેષ આકર્ષણો વિકસિત કરવામાં આવ્યા છે. પ્રવાસન વિભાગ દ્વારા બોર્ડર ટુરિઝમના વિકાસ માટે ‘ટી-જંક્શન’, ઝીરો પોઇન્ટ તથા ટી-જંક્શનથી લઇને ઝીરો પોઇન્ટ સુધીના રસ્તા પર વિવિધ વિકાસકાર્યો કરવામાં આવ્યા છે.

    MORE
    GALLERIES

  • 36

    Nada Bet : ભારત-પાકિસ્તાન બોર્ડર નડા બેટ પર જોવા મળશે વાઘા બોર્ડર જેવો નજારો, નવા આકર્ષણનો ઉમેરો

    સીમાદર્શન ખાતે ફર્નિચર અને ઇન્ટિરિયર વર્ક સાથે 3 આગમન પ્લાઝા-વિશ્રામ સ્થળ, પાર્કિંગ, 500 લોકો માટેની બેઠક ક્ષમતા ધરાવતું ઓડિટોરિયમ, ચેન્જિંગ રૂમ, સોવેનિયર શોપ, 22 દુકાનો અને રેસ્ટોરન્ટ્સ, ‘સરહદગાથા’ પ્રદર્શન કેન્દ્ર અને મ્યૂઝિયમ, ડેકોરેટિવ લાઇટિંગ, સોલાર ટ્રી તેમજ સોલાર રૂફટોપની સુવિધાઓ વિકસિત કરાઈ છે.

    MORE
    GALLERIES

  • 46

    Nada Bet : ભારત-પાકિસ્તાન બોર્ડર નડા બેટ પર જોવા મળશે વાઘા બોર્ડર જેવો નજારો, નવા આકર્ષણનો ઉમેરો

    આ ઉપરાંત, રિટેનિંગ વોલ, બીએસએફ બેરેક તથા પીવાના પાણી અને ટોયલેટ બ્લોકની સુવિધાઓ, 5000 લોકોની ક્ષમતાવાળું પરેડ ગ્રાઉન્ડ, એક્ઝિબિશન સેન્ટર, પાર્કિંગ સુવિધા, સાઉન્ડ સિસ્ટમ, બાળકોને રમવા માટે વિવિધ પ્રવૃત્તિઓ, બીએસએફના જવાનો માટે રોકાણની સુવિધા અને સરહદ સુરક્ષાની વિશિષ્ટ પ્રતિકૃતિ સમાન ગેટનું નિર્માણ કરાયું છે. રાષ્ટ્રની રક્ષા કાજે પોતાના પ્રાણોની આહૂતિ આપનાર વીર સૈનિકોની સ્મૃતિમાં ‘અજય પ્રહરી’ સ્મારકનું નિર્માણ કરાયું છે તેમજ 40 ફૂટની ઊંચાઈ પર ત્રિરંગો લહેરાવવામાં આવ્યો છે.

    MORE
    GALLERIES

  • 56

    Nada Bet : ભારત-પાકિસ્તાન બોર્ડર નડા બેટ પર જોવા મળશે વાઘા બોર્ડર જેવો નજારો, નવા આકર્ષણનો ઉમેરો

    આ ઉપરાંત, પ્રવાસીઓ ભારત-પાકિસ્તાન બોર્ડરનો નજારો જોવાનો રોમાંચક અનુભવ પણ કરી શકે તે માટે બીએસએફ દ્વારા બીટિંગ રિટ્રીટ સમારોહનો પણ આરંભ કરાયો છે. જવાનોના શૌર્યથી ભરપૂર દ્રશ્યોને જોઇને પ્રવાસીઓના દિલમાં જવાનો પ્રત્યે અનોખા ગર્વ અને શ્રદ્ધાની લાગણી પેદા થશે.

    MORE
    GALLERIES

  • 66

    Nada Bet : ભારત-પાકિસ્તાન બોર્ડર નડા બેટ પર જોવા મળશે વાઘા બોર્ડર જેવો નજારો, નવા આકર્ષણનો ઉમેરો

    પ્રવાસીઓને નડાબેટમાં ભારતીય સેના અને બીએસએફના હથિયારો જેવા કે, જમીનથી જમીન પર અને જમીનથી હવામાં વાર કરનારી મિસાઇલ્સ, ટી-55 ટેંક, આર્ટિલરી ગન, ટોરપીડો, વિંગ ડ્રોપ ટેંક તથા મિગ-27 એરક્રાફ્ટને જોઇ શકે તેવી વ્યવસ્થાનો પણ પ્રારંભ કરાયો છે. નડાબેટ સીમાદર્શન પ્રોજેક્ટ દેશમાં બીએસએફનો પ્રથમ અત્યાધુનિક પ્રોજેક્ટ છે, જે બીએસએફના ઉદભવ, વિકાસ અને યુદ્ધોમાં તેની ભૂમિકા તેમજ સિદ્ધિઓ સહિત દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા વીરોની ગૌરવગાથાઓનું સચિત્ર દર્શન કરાવશે.

    MORE
    GALLERIES