અમદાવાદઃ 'નિસર્ગ' વાવાઝોડાની (Nisarga cyclone) અસરના પગલે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જોકે, નિસર્ગ વાવાઝોડાની અસર અમદાવાદમાં (Ahmedabad) થઈ હતી. શુક્રવારે મોડી સાંજે અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો (change in the atmosphere) થયો હતો. વાતાવરણમાં આવેલા અચાનક પલટાના પગલે વાવાતરણમાં ઠંડ પ્રસરી હતી. અને મોડી સાંજે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. વીજળીના કડાકા ભડાકા થતાં ઉનાળામાં પણ ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. આ સાથે અમદાવાદ શહેરમાં સરેરાશ અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે સરખેજમાં બે ઇંચ વરસાદ પડ્યો હતો.
અમદાવાદના પશ્વિમ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. મળતી માહિતી પ્રમાણે અમદાવાદના વસ્ત્રાપુર, ચાંદખેડા, સેટેલાઈટ, એસજી હાઈવે, મકરબા, વેજલપુર, આશ્રમ રોડ, નારણપુરા, નવરંગપુરા, ઘાટલોડિયા, રાણીપ, ન્યૂ રાણીપ, સાબરતમી સહિતના પશ્વિમ અમદાવાદના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. અમદાવાદના ઓઢવ, પાલડી, દાણાપીઠ, મણિનગરમા અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે બોડકદેવ અને વટવામાં એક ઈંચ વરસાદ પડ્યો હતો.