હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel) ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમના કહેવા પ્રમાણે ગુજરાતમાં ચોમાસું સારૂ રહેશે. રાજ્યના ખેડૂતો માટે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. રાજ્યમાં ક્યારે અને કયા વિસ્તારમાં ભારે વરસાદ પડશે તે અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. સમગ્ર ગુજરાતમાં ક્યારે વાવાણીલાયક વરસાદ થશે. આ તમામ સવાલો અંગે અંબાલાલે આગાહી કરી છે.
અંબાલાલ પટેલ અનુસાર, ગુજરાત માટે સારો વરસાદ થશે. ત્યાં જ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે. મધ્યપ્રદેશના સરહદી વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. ત્યાં જ જુલાઈની શરૂઆતમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. 15મી જુલાઈ સુધીમાં ભારે વરસાદની છે આગાહી છે અને 20મી જુલાઈ સુધીમાં ઉત્તર ભારતમાં ભારે વરસાદની આગાહી છે.