Home » photogallery » ahmedabad » Rain Forecast: આગામી ત્રણ દિવસ ગુજરાતને મેઘો ઘમરોળશે, 7, 8 અને 9 ઓગસ્ટ આ વિસ્તારો માટે 'ભારે'

Rain Forecast: આગામી ત્રણ દિવસ ગુજરાતને મેઘો ઘમરોળશે, 7, 8 અને 9 ઓગસ્ટ આ વિસ્તારો માટે 'ભારે'

હવામાન વિભાગ દ્વારા રાજ્યના 3 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 7 ઓગસ્ટ એટલે કે રવિવાર 8 ઓગસ્ટે સોમવારે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

विज्ञापन

  • 15

    Rain Forecast: આગામી ત્રણ દિવસ ગુજરાતને મેઘો ઘમરોળશે, 7, 8 અને 9 ઓગસ્ટ આ વિસ્તારો માટે 'ભારે'

    આગામી દિવસોમાં રૌદ્ર રુપ સાથે મેઘરાજા ગુજરાતના કેટલાય વિસ્તારોને ઘમરોળશે. રવિ, સોમ અને મંગળ એમ 3 દિવસ મેઘતાંડવ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં આજથી વરસાદનું જોર ફરી વધશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ચાલુ વર્ષે વરસાદે ગણતરીના દિવસોમાં તોફાની બેટિંગ કરીને રાજ્યને તરબોળ કરી દીધું છે. અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં સાંબેલાધાર વરસાદ ખાબકયો છે. અને હવે આગામી દિવસોમાં આ વિસ્તારોમાં વરસાદનું જોર વધશે.

    MORE
    GALLERIES

  • 25

    Rain Forecast: આગામી ત્રણ દિવસ ગુજરાતને મેઘો ઘમરોળશે, 7, 8 અને 9 ઓગસ્ટ આ વિસ્તારો માટે 'ભારે'

    તમને જણાવી દઇએ કે, બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે જેથી આગામી 7, 8 અને 9 ઓગસ્ટ કેટલાક વિસ્તાર માટે 'ભારે' બની રહેશે. જેમા દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. ત્યાં જ સુરત, વલસાડ, નવસારી, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. જામનગર, રાજકોટ, પોરબંદર, દ્રારકામાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મેઘતાંડવ જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા છે.

    MORE
    GALLERIES

  • 35

    Rain Forecast: આગામી ત્રણ દિવસ ગુજરાતને મેઘો ઘમરોળશે, 7, 8 અને 9 ઓગસ્ટ આ વિસ્તારો માટે 'ભારે'

    હવામાન વિભાગ દ્વારા રાજ્યના 3 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 7 ઓગસ્ટ એટલે કે રવિવાર 8 ઓગસ્ટે સોમવારે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 7 ઓગસ્ટે 5 જિલ્લામાં ભારે વરસાદ ખાબકી શકે છે. જ્યારે 8 ઓગસ્ટે 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 45

    Rain Forecast: આગામી ત્રણ દિવસ ગુજરાતને મેઘો ઘમરોળશે, 7, 8 અને 9 ઓગસ્ટ આ વિસ્તારો માટે 'ભારે'

    આજે રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં મેઘો મનમુકીને વરસ્યો છે. જેતપુર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેતપુર તાલુકામાં વહેલી સવારે વરસાદ વરસતા દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. તાલુકાના પેઢલા, સમઢિયાળા, રબારીકા, સહિતના આસપાસના અનેક ગામોમાં વરસાદ ખાબક્યો હતો.

    MORE
    GALLERIES

  • 55

    Rain Forecast: આગામી ત્રણ દિવસ ગુજરાતને મેઘો ઘમરોળશે, 7, 8 અને 9 ઓગસ્ટ આ વિસ્તારો માટે 'ભારે'

    આ તરફ કચ્છ પંથકમાં પણ હવામાન વિભાગની આગાહીના પગલે ધોધમાર વરસાદ વરસ્યો છે. જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદ વરસાત ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. ભુજ તાલુકાના ઉમેદપર વિસ્તારમાં વરસાદ પડ્યો છે. માંડવી મોટા લાયજામાં વરસાદ પડ્યો છે. અબડાસાના અરજણપરમાં વરસાદ ખાબક્યો છે. ત્યાં જ સુરેન્દ્રનગરમાં સાંબેલધાર વરસાદે ભારે મુશ્કેલી સર્જી છે. હજી પણ લોકોના ઘરમાં પાણી ભરાયેલા છે. એક જ દિવસમાં સાડા ચાર ઇંચથી વધુ વરસાદ ખાબકતા સુરેન્દ્રનગર જળબંબાકાર થયું છે.

    MORE
    GALLERIES