વિભુ પટેલ, અમદાવાદ: સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી ગાજવીજ સાથે વરસાદ થયો છે અને કૃષિ પાકને નુકસાન થયું છે. લોકો માવઠું જાય તેની રાહ જોઈએ રહ્યા છે, ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે તો ખેડૂતો માટે સારા સમાચાર છે. આગામી 4 દિવસ વાતાવરણ સૂકું રહેશે. જોકે, હવામાન વિભાગનું અનુમાન છે કે એક વેસ્ટન ડિસ્ટર્બન્સ થવાની શક્યતા છે. જેના કારણે 29મીએે ફરી વાદળો આવવાની શક્યતા છે.
હવામાન વિભાગનું ફરી એક વેસ્ટન ડિસ્ટર્બન સક્રિય થવાનું અનુમાન છે. 29 માર્ચે વાદળ આવવાની શક્યતા છે. જોકે, વરસાદ થશે કે નહીં, તેની કોઈ સ્પષ્ટતા નથી. પરંતુ વેસ્ટન ડિસ્ટર્બન સક્રિય થયા બાદ આ બાબતનો અંદાજો આવી શકે તેમ છે. પરંતુ હાલ પૂરતા તો વાદળો આવવાનું અનુમાન છે. જ્યારે આગામી 4 દિવસ માવઠાથી છૂટકારો મળશે અને મહત્તમ તાપમાન 3થી 4 ડિગ્રી વધી જશે.