હર્મેશ સુખડિયા, અમદાવાદ: શહેરમાં રહેતી એક પરિણીતાએ સાસરિયાઓ સામે ફરિયાદ (Domestic violence complaint) નોંધાવી છે. લગ્ન બાદ યુવતીએ દીકરીને જન્મ આપતા જ સાસરિયાઓનો વ્યવહાર બદલાઈ ગયો હતો અને સારી રીતે રાખવાનું બંધ કરી દીધું હતું. આટલું જ નહીં પરિણીતાના પતિને ચઢામણી કરી માર મરાવી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. એક દિવસ પરિણીતાને અજાણ્યા નંબર પરથી ફોન (Phone call) આવતા દિયરે શંકાઓ રાખી ઘરમાં બધાને વાત કરી યુવતીને વેશ્યા કહી ઘરમાંથી કાઢી મૂકી હતી. સમગ્ર બાબતે કંટાળીને પરિણીતાએ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં દરરોજ પોલીસ ચોપડે ડોમેસ્ટિક વાયોલેન્સના અનેક બનાવો નોંધાતા રહે છે. (પ્રતીકાત્મક તસવીર, Shutterstock)
શહેરના અમરાઇવાડી વિસ્તારમાં રહેતી 27 વર્ષીય યુવતી છ મહિનાથી તેના પિયરમાં રહે છે. છ વર્ષ પહેલાં ખોખરા ખાતે રહેતા એક યુવક સાથે તેના લગ્ન થયા હતા. લગ્ન બાદ તેણીએ દીકરીને જન્મ આપતા પતિ, સાસુ-સસરા અને દિયર તેણીને ત્રાસ આપવા લાગ્યા હતા. બાદમાં ઘરમાં આ તમામ લોકો તેની સાથે સારો વ્યવહાર કરતા ન હતા. બીજી તરફ દિયર, સાસુ-સસરા આ યુવતીના પતિને ચઢામણી કરી ઝઘડો કરાવી ત્રાસ આપતા હતા અને માર મારતા હતા. . (પ્રતીકાત્મક તસવીર, Shutterstock)
સાસરિયાઓએ દહેજ પેટે મકાનની પણ માગણી કરીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. એક દિવસ યુવતીને તેના ફોન પર કોઈ અજાણી વ્યક્તિનો મેસેજ આવતા તેણીના દિયરે મોબાઇલ ચેક કર્યો હતો. દિયરને લાગ્યું હતું કે તેની ભાભીને કોઈ વ્યક્તિ જોડે આડા સંબંધ છે. જેથી યુવતીના દિયરે પતિ, સાસુ-સસરા સહિતના લોકોને આ મેસેજની અને ફોનની વાત કરી શંકાઓ રાખી હતી. બાદમાં મોબાઈલ ફોન લઈને યુવતીને ઘરમાંથી કાઢી મૂકી હતી. (પ્રતીકાત્મક તસવીર)
થોડા સમય બાદ આ યુવતી સાસરે રહેવા ગઈ ત્યારે તેની સાસુએ વાળ પકડી નીચે પાડી દીધી હતી. યુવતીના પતિ, દિયર સહિતના લોકોએ તેણીને વેશ્યા કહી ઘરમાં શોભે નહીં તેમ કહી અપમાનિત કરી હતી અને ફરી એક વખત ઘરમાંથી કાઢી મૂકી હતી. કંટાળીને આખરે યુવતીએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નથી તપાસ શરૂ કરી છે. (પ્રતીકાત્મક તસવીર, Shutterstock)