Home » photogallery » ahmedabad » માવઠાના મારે કેસર બગાડી, હવે આ કેરી બજારમાં મચાવી રહી છે ધૂમ, જાણો ભાવ

માવઠાના મારે કેસર બગાડી, હવે આ કેરી બજારમાં મચાવી રહી છે ધૂમ, જાણો ભાવ

કેરી સસ્તી હોય કે મોંઘી કેરીના શોખીનો કેરી ખરીદવાનું અને ખાવાનું ચુકતા નથી. લોકો કેસર કેરીની જગ્યાએ આ કેરીની કરી રહ્યા છે ખરીદી. જાણો, બજારમાં ધૂમ મચાવતી કેરીનો ભાવ

  • 15

    માવઠાના મારે કેસર બગાડી, હવે આ કેરી બજારમાં મચાવી રહી છે ધૂમ, જાણો ભાવ

    લુબના ખાન, અમદાવાદ: માવઠાને કારણે આ વખતે કેસર કેરીના પાક પર અસર થઇ છે. જેથી માર્કેટમાં કેસર કેરી તો જોવા મળી રહી નથી, પણ કેરી રસિયાઓ હાફુસ કેરી જરુરથી ખરીદી રહ્યા છે. સામાન્ય રીતે કેરીના શોખીનો ઉનાળાની રાહ જોતા હોય છે. આ વખતે કમોસમી વરસાદને કારણે કેસર કેરીના ઉત્પાદન પર અસર તો પડી જ છે, પણ તેની સાથે કેસર કેરી જે સમયગાળામાં પાકીને માર્કેટમાં આવી જાય છે તે પણ માર્કેટમાં જોવા મળી રહી નથી. લોકો કેસર કેરીની જગ્યાએ હાફુસ કેરીની ખરીદી કરી રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 25

    માવઠાના મારે કેસર બગાડી, હવે આ કેરી બજારમાં મચાવી રહી છે ધૂમ, જાણો ભાવ

    કેરીની સિઝનમાં રત્નાગીરી હાઉસ, વલસાડી હાફુસ, પાયરી, સુંદરી, ગોલા, કેસર જેવી કેરીઓ આવતી હોય છે અને લોકો કેરીના રસનો પણ સ્વાદ માણતા હોય છે. દર વર્ષે કેરીના ઉત્પાદન અને ડિમાન્ડ પ્રમાણેના ભાવ પણ જોવા મળતા હોય છે. બે વર્ષ પહેલા તાઉતે વાવાઝોડાને કારણે કેરીના પાકને વ્યાપક નુકશાન થયું હતું, તો આ વખતે કમોસમી વરસાદને કારણે કેસર કેરીના ઉત્પાદન પર અસર તો પડી જ છે, પણ તેની સાથે કેસર કેરી જે સમયગાળામાં પાકીને માર્કેટમાં આવી જાય છે તે પણ માર્કેટમાં જોવા નથી મળી રહી.

    MORE
    GALLERIES

  • 35

    માવઠાના મારે કેસર બગાડી, હવે આ કેરી બજારમાં મચાવી રહી છે ધૂમ, જાણો ભાવ

    લોકો કેસર કેરીની જગ્યાએ હાફુસ કેરીની ખરીદી કરી રહ્યા છે. હાફુસ કેરીમાં અલગ-અલગ હાફુસ કેરીના પ્રકાર પ્રમાણે ભાવ જોવા મળી રહ્યા છે. બે ડઝનની હાફુસ કેરી 1000થી 1200 રુપિયા સુધીના ભાવે વેચાઇ રહી છે.

    MORE
    GALLERIES

  • 45

    માવઠાના મારે કેસર બગાડી, હવે આ કેરી બજારમાં મચાવી રહી છે ધૂમ, જાણો ભાવ

    વેપારીઓ અનુસાર, કેસર કેરીના શોખીનોને હજુ 20થી 25 દિવસની રાહ જોવી પડશે. કેરી સસ્તી હોય કે મોંઘી કેરીના શોખીનો કેરી ખરીદવાનું અને ખાવાનું ચુકતા નથી. કારણ કે સ્વાદરસિકો આખા વર્ષ દરમિયાન ક્યારે માર્કેટમાં ઢગલાબંધ કેરીઓ આવશે તેની રાહ જોતા હોય છે. આ વખતે જો કેરી ખાવી હોય તો હાલ માર્કેટમાં હાફુસ કેરી આવી ગઇ છે.

    MORE
    GALLERIES

  • 55

    માવઠાના મારે કેસર બગાડી, હવે આ કેરી બજારમાં મચાવી રહી છે ધૂમ, જાણો ભાવ

    લોકો કેસર કેરીની જગ્યાએ હાફુસ કેરીની ખરીદી કરી રહ્યા છે. હાફુસ કેરીમાં અલગ-અલગ હાફુસ કેરીના પ્રકાર પ્રમાણે ભાવ જોવા મળી રહ્યા છે.

    MORE
    GALLERIES