ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના નાના-મોટા દુકાનધારકો, ધંધા વ્યવસાયકારો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે, રાજ્યના તમામ જિલ્લાઓમાં રવિવાર તા. 26 એપ્રિલથી મોલ તેમજ માર્કેટીંગ કોમ્પલેક્ષ સિવાય તમામ દુકાનોને પોતાના ધંધા વ્યવસાય કરવા માટે છૂટ આપવામાં આવશે. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાના અનુસંધાને રાજ્ય સરકાર તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર તરફથી ખાસ કહેવામાં આવ્યું છે કે દુકાનદારે દુકાન ચાલુ કરવા માટે કોઈને મંજૂરી લેવાની પણ જરૂર નથી. તેમણે ફક્ત દુકાન નોંધણીનું સર્ટિફિકેટ કે લાઇસન્સ સાથે રાખવું પડશે. (ફાઇલ તસવીર)
પાનના ગલ્લા નહીં ખુલે : પાનના ગલ્લા કે દુકાનોમાં ખોલી નહીં શકાય. આ ઉપરાંત સલૂન ખોલી શકાશે કે નહીં તે અંગે સાંજ સુધી નિર્ણય કરાશે. પગરખાની દુકાનો પણ નહીં ખોલી શકાય. સરકારના મતે જીવન જરૂરિયાત સિવાયની ચીજો વસ્તુ વેચતી દુકાનો નહીં ખુલે. પગરખા દુકાનો નહીં ખુલે. આઇસક્રિમ પાર્લરો નહીં ખુલે. નાસ્તા ફરસાણની દુકાનો અને ઠંડા પીણાં ની દુકાનો પણ નહીં ખુલે.