

ન્યૂઝ18ગુજરાતીઃ ગુજરાતમાં વરસાદે પહેલા રાઉન્ડમાં દેધનાધન કર્યા બાદ વિરામ લીધો છે. જોકે, આગામી ત્રણ દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.


પહેલા દિવસની વાત કરીએ તો દિક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ જેવા કે દમણ, દાદરા નગર હવેલી સહિતના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.


આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો અને કચ્છ સહિત દીવ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.


બીજા દિવસની આગાહીની વાત કરીએ તો દમણ, દાદરા નગર હવેલી, સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત, કચ્છ, દીવ, ભાવનગર સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી છે.


ત્રીજા દિવસે સૌરાષ્ટ્ર અને દીવના કેટલાક વિસ્તારો સહિત કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.