Home » photogallery » ahmedabad » આયશા આપઘાત કેસ: આયેશા સામે પતિ આરીફ તેની મહિલા મિત્ર સાથે વાત કરતો હતો, લગ્ન કરવાની પણ તૈયારી હતી

આયશા આપઘાત કેસ: આયેશા સામે પતિ આરીફ તેની મહિલા મિત્ર સાથે વાત કરતો હતો, લગ્ન કરવાની પણ તૈયારી હતી

આયશાએ આપઘાત પહેલા 70 મિનિટ આરીફ સાથે વાત કરી હતી. આયશાએ સામાન્ય વાતો શરૂ કરી હતી પણ આરીફ વારંવાર વટવામાં નોંધાવેલી ફરિયાદ પાછી લેવા દબાણ કરી ત્રાસ આપતો હતો.

विज्ञापन

  • 17

    આયશા આપઘાત કેસ: આયેશા સામે પતિ આરીફ તેની મહિલા મિત્ર સાથે વાત કરતો હતો, લગ્ન કરવાની પણ તૈયારી હતી

    નવીન ઝા, અમદાવાદ: શહેરના વટવા (vatva) વિસ્તારમાં રહેતી આયશા આપઘાત (Ayesha death case) કેસમાં વીડિયો વાયરલ (video viral) થયા બાદ અનેક લોકો મદદ માં સામે આવ્યા છે. આયશાના પિતા લિયાકત ભાઈએ (Ayesha father) પણ બીજી કોઈ યુવતી સાથે આવું ન બને તે માટે તમામ લોકોને આગળ આવવા અને સરકારને આયશાને ન્યાય (Justice for Ayesha) મળે તે માટે અપીલ કરી છે. મહત્વની વાત તો એ છે કે લિયાકત ભાઈના વકીલનું કેહવું છે કે આયશાનો પતિ (Ayesha husband) તેને ખુબજ ત્રાસ આપી રહ્યો હતો અને તેની સામે મહિલા મિત્ર (woman friend) સાથે વાત કરતો અને આયશાને ઘરથી કાઢવા દબાણ કરતો હતો. જોકે આયશાના પતિનું અન્ય સ્ત્રી સાથે લગન કરવાની વાત તૈયારીની વાત પણ સામે આવી રહી છે. આયશાનો પતિ અન્ય સ્ત્રી સાથે પ્રેમમાં હતો અને આયશા સામે જ તેની સાથે વાતો કરતો હતો.

    MORE
    GALLERIES

  • 27

    આયશા આપઘાત કેસ: આયેશા સામે પતિ આરીફ તેની મહિલા મિત્ર સાથે વાત કરતો હતો, લગ્ન કરવાની પણ તૈયારી હતી

    શુ હતો સમગ્ર મામલો? શહેરમાં એક એવી ઘટના બની હતી જે રૂવાટા ઉભા કરી નાખે. અન્ય કોઈ કેસ નહિ પણ આ વાત આયશા નામની યુવતીએ કરેલા આપઘાત કેસની છે. આ કેસમાં હવે પોલીસ સહેજ પણ કચાશ રાખવા માંગતી નથી. પોલીસે તપાસ કરી તો જાણવા મળ્યું કે આયશાએ આપઘાત પહેલા 70 મિનિટ આરીફ સાથે વાત કરી હતી. આયશાએ સામાન્ય વાતો શરૂ કરી હતી પણ આરીફ વારંવાર વટવામાં નોંધાવેલી ફરિયાદ પાછી લેવા દબાણ કરી ત્રાસ આપતો હતો. અને તેથી જ તે તેને લઈ જવા મનાઈ કરતો રહેતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. બીજીતરફ આરીફને શોધવા રિવરફ્રન્ટ પોલીસની એક ટિમ રાજસ્થાનમાં છે. ત્યાં તેને શોધી રહી છે પણ એ વાત સામે આવી કે આયશાએ આપઘાત કર્યા બાદ જે વીડિયો વાયરલ થયો તે જોઈને આરીફ ભાગી ગયો હતો. આરીફ કોઈ સબંધીના લગ્ન પ્રસંગમાં હતો અને ત્યાંથી જ તે ભાગી ગયો હોવાની વાત પોલીસને મળતા પોલીસે તે બાબતે હકીકત જાણવા પ્રયાસ કર્યા છે.

    MORE
    GALLERIES

  • 37

    આયશા આપઘાત કેસ: આયેશા સામે પતિ આરીફ તેની મહિલા મિત્ર સાથે વાત કરતો હતો, લગ્ન કરવાની પણ તૈયારી હતી

    વટવામાં રહેતા લિયાકતઅલી મકરાણી સિલાઈ કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓને સંતાનમાં મોટી દીકરી હીના કે જેના લગ્ન થઈ ગયા છે, દીકરો આમિર, દીકરો અરમાન છે અને દીકરી આયશા ઉર્ફે સોનુ હતી. તેઓએ દીકરી આયશા ઉર્ફે સોનુના લગ્ન વર્ષ વર્ષ 2018માં રાજસ્થાન ખાતે રહેતા આરીફ ખાન સાથે કરાવ્યા હતા. લગ્ન બાદ આયશાને તેનો પતિ અને સાસરિયાઓ દહેજ બાબતે ત્રાસ આપતા હતા.

    MORE
    GALLERIES

  • 47

    આયશા આપઘાત કેસ: આયેશા સામે પતિ આરીફ તેની મહિલા મિત્ર સાથે વાત કરતો હતો, લગ્ન કરવાની પણ તૈયારી હતી

    વર્ષ 2018માં ડિસેમ્બર માસમાં તેનો પતિ દહેજ માંગી ઝગડો કરી આયશા ને પિયરમાં મૂકી ગયો હતો. બાદમાં સમાજના લોકો ભેગા કરી સમાધાન કરી તેને પાછી સાસરે વળાવી હતી. ફરીથી વર્ષ 2019માં આયશાને તેના સાસરિયાઓ તેને પિયરમાં મૂકી જતા આયશા તેના માતા પિતા સાથે રહેતી હતી. બાદમાં જમાઈ આરીફ આયશાના ઘરે આવ્યો અને દહેજ માંગી દોઢ લાખ રૂપિયા લઈ ગયો હતો. બાદમાં ફરી આયશાને તેડી જઈ પાછી તેને પિયરમાં મૂકી જતા આયશાએ વટવા પોલીસસ્ટેશનમાં પતિ, સાસુ સસરાએ સહિતના લોકો સામે ફરિયાદ નોંધાવી હતી અને કોર્ટમાં પણ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો હતો. બાદમાં આ આયશા બેંકમાં મ્યુચ્યુલ ફન્ડ વિભાગમાં નોકરી કરવા લાગી હતી.

    MORE
    GALLERIES

  • 57

    આયશા આપઘાત કેસ: આયેશા સામે પતિ આરીફ તેની મહિલા મિત્ર સાથે વાત કરતો હતો, લગ્ન કરવાની પણ તૈયારી હતી

    ગત ગુરુવાર ના રોજ આયશા નોકરીએ ગઈ હતી. બપોરે ચારેક વાગ્યાની આસપાસ તેના પિતાને ફોન કર્યો અને તમે જમ્યા કે નહી તેમ પૂછી ખબર અંતર પૂછ્યા હતા. બાદમાં આયશા એ મેં આજે આરીફને ફોન કર્યો હતો તેવું જણાવતા તેના પિતાએ તેને કેમ ફોન કર્યો શુ કહ્યું તેણે તેવું પૂછ્યું હતું. આયશા એ જણાવ્યું કે આરીફ મને સાથે લઈ જવા માંગતો નથી , આયશાએ હું આપઘાત કરી લઈશ તેવું કહેતા આરીફ એ તારે મરવું હોય તો મરી જા તેમ કહી મને વીડિયો મોકલજે તેવું કહેતા આયશાએ તેને વીડિયો મોકલ્યો હતો. આ સમયે આયશા રિવરફ્રન્ટ પર પહોંચી હતી. બાદમાં આયશાની માતાએ કોઈ પગલું ન ભરે તે માટે સમજાવી હતી. બાદમાં માતા પિતા તેને શોધવા નિકળયા ને આયશાના ફોન પરથી અજાણી વ્યક્તિએ ફોન કરીને જણાવ્યું કે બેગ અને ફોન ખોડિયાર નગર રિવરફ્રન્ટ વોક વે પાસે બિનવારસી મળી આવ્યો છે. જેથી ત્યાં જઈને તપાસ કરી તો ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમે નદીમાં સર્ચ કરી એક મહિલાની એટલેકે આયશાની ડેડબોડી બહાર કાઢી હતી.

    MORE
    GALLERIES

  • 67

    આયશા આપઘાત કેસ: આયેશા સામે પતિ આરીફ તેની મહિલા મિત્ર સાથે વાત કરતો હતો, લગ્ન કરવાની પણ તૈયારી હતી

    જેથી ત્યાં પોલીસને જાણ કરાતા રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ પણ ત્યાં પહોંચી અને બાદમાં આયશાના મોબાઈક ફોનમાં જોયું તો તેણે એક વીડિયો બનાવી તેના પતિને મોકલ્યો હતો. પતિના ત્રાસથી આયશાએ આપઘાત કરતા પોલીસે આ મામલે વીડિયોના પૂરાવાના આધારે આયશાના પતિ સામે દુષપ્રેરણા નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અને એક ટિમ આરોપીને પકડવા રાજસ્થાન મોકલી છે. પણ હાલ આરોપી ફરાર હોવાથી રાજસ્થાન પોલીસની પણ મદદ લેવાઈ છે.

    MORE
    GALLERIES

  • 77

    આયશા આપઘાત કેસ: આયેશા સામે પતિ આરીફ તેની મહિલા મિત્ર સાથે વાત કરતો હતો, લગ્ન કરવાની પણ તૈયારી હતી

    જોકે પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આરીફ અગાઉ આયશાને પિયરમાં મૂકી ગયો ત્યારે સગર્ભાવસ્થામાં હતી. આયશાએ વટવા પોલીસસ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરીફ માર મારતો હોવાની પણ હકીકત દર્શાવી છે. પિયરમાં આવ્યા બાદ આયશા ટેનશન માં હોવાથી આયશા એક હોસ્પિટલ માં બતાવવા ગઈ હતી અને બાદમાં ક્રિયટન કરાવ્યું હતું. અગાઉની ફરિયાદ ને લઈને આયશાને પરત લઈ જવા આસિફ મનાઈ કરતો હતો. અને ત્રાસ આપતો હતો. વારંવાર આયશાને વટવા માં નોંધાવેલી ફરિયાદ પાછી ખેંચવા દબાણ કરતો હતો. સુત્રોનું માનીએ તો આયશાએ માતા પિતા સાથે અને આરીફ સાથે કરેલી વાતચીતની ઓડિયો કલીપ પર સાયન્ટિફિક તપાસ કરાશે.

    MORE
    GALLERIES